કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માંડવીમાં બે કલાકમાં 127 મિમી વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને માંડવી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર બે કલાકના સમયગાળામાં 127 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન નોંધાયેલા વરસાદનો કુલ આંકડો 299 મિમી સુધી પહોંચ્યો છે. કચ્છ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તા. 15 સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા મુજબ, સવારના 6થી 10 વાગ્યા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. માંડવીમાં સવારના 6થી 8 વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ બાદ આગામી બે કલાકમાં વરસાદની ગતિ અચાનક વધી હતી અને 8થી 10 વાગ્યા વચ્ચે જ 127 મિમી વરસાદ ખાબક્યો હતો. પરિણામે માંડવીનો આજે અત્યાર સુધીનો વરસાદ 158 મિમી નોંધાયો છે. માંડવી બાદ મુંદ્રા અને ભુજમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. મુંદ્રામાં 31 મિમી અને ભુજમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. અબડાસામાં 18 મિમી, લખપતમાં 17 મિમી, ગાંધીધામમાં 16 મિમી, નખત્રાણામાં 15 મિમી તથા અંજારમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાપર અને ભચાઉ તાલુકામાં સવારના આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માંડવીમાં બે કલાકમાં 127 મિમી વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને માંડવી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં
માત્ર બે કલાકના સમયગાળામાં 127 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન નોંધાયેલા વરસાદનો કુલ આંકડો 299 મિમી સુધી પહોંચ્યો છે. કચ્છ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તા. 15 સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા મુજબ, સવારના 6થી 10 વાગ્યા દરમિયાન જિલ્લાના
વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. માંડવીમાં સવારના 6થી 8 વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ બાદ આગામી બે કલાકમાં વરસાદની ગતિ અચાનક વધી હતી અને 8થી 10 વાગ્યા વચ્ચે જ 127 મિમી વરસાદ ખાબક્યો હતો. પરિણામે માંડવીનો આજે અત્યાર સુધીનો વરસાદ 158 મિમી નોંધાયો છે. માંડવી બાદ મુંદ્રા અને ભુજમાં
પણ નોંધપાત્ર વરસાદ થયો છે. મુંદ્રામાં 31 મિમી અને ભુજમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. અબડાસામાં 18 મિમી, લખપતમાં 17 મિમી, ગાંધીધામમાં 16 મિમી, નખત્રાણામાં 15 મિમી તથા અંજારમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાપર અને ભચાઉ તાલુકામાં સવારના આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
- સાંતલપુર સરકારી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓ-ડોક્ટરો પરેશાન UGVCLની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો — “આપત્તિના સમયે જવાબદાર કોણ?” ગામ સાંતલપુર, તાલુકો સાંતલપુર, જીલ્લો પાટણ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા સારવાર હેઠળના દર્દીઓ તેમજ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે વીજળીની સમસ્યા અંગે UGVCLના કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ફોન રિસીવ કરવામાં આવ્યો ન હોવાનું અને કેટલાક નંબર પર ફોન સ્વીચ ઓફ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન વીજળી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનરક્ષક વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ છે. ખાસ કરીને પ્રસૂતિ વિભાગમાં કોઈ મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય અને તે સમયે વીજળી ઉપલબ્ધ ન હોય તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે તે સમજવાની જરૂર છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ પ્રસૂતા મહિલાને વીજળીના અભાવે સમયસર સારવાર ન મળી હોત અને તેના જીવનને નુકસાન થયું હોત, તો તેની જવાબદારી કોણ લેત? શું માત્ર “સ્ટાફ ઓછો છે” કહીને UGVCL પોતાની જવાબદારીમાંથી છટકી શકે? ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે પોતાની ફરજ બજાવવી પડે છે, તો પછી વીજ પુરવઠો જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગના કર્મચારીઓએ પણ પોતાની ફરજ પ્રત્યે એટલી જ ગંભીરતા દાખવવી જરૂરી છે. સાંતલપુરની સરકારી હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાએ વીજળીની સમસ્યા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને ઇમરજન્સી સમયે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો સરકારી હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાય અને ફરિયાદ કરવા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક પણ ન થઈ શકે, તો સામાન્ય નાગરિકે મુશ્કેલીના સમયે કોનો સહારો લેવો?4
- વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો, જરૂરિયાતમંદોને સહાય કીટ અને નાગરિકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સમી : ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી વિશાળ બાઇક રેલીનું પાટણ જિલ્લામાં આગમન થતાં સમી તાલુકાના બાસ્પા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે યોજાયેલા સ્વાગત અને સેવા-સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળ દરમિયાન થયેલા જનકલ્યાણ, સુશાસન તથા રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે જ યુવાનો અને કાર્યકર્તાઓને સંબોધીને ‘સેવા સંકલ્પ અભિયાન’ના ઉદ્દેશ્યો અને સેવા પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક નિદાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. વડનગરથી શરૂ થયેલી બાઇક રેલીમાં જોડાયેલા યુવા રાઇડર્સ બાસ્પા પહોંચતા સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના આગમનથી સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સેવા, સન્માન અને જનસંપર્કને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં રેલીના સહભાગીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાસ્પા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ બાઇક રેલી વારાણસી તરફના આગામી પ્રવાસ માટે આગળ વધી હતી. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ1
- પાટણ : રાધનપુર મેમદવાદ ગામે ગણપતિ બાપાની ભવ્ય સ્થાપના, સમગ્ર ગામ બન્યું ભક્તિમય1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..1
- વૌવા ગામે મેઘમહેર વચ્ચે વીજળીનો કહેરઃ 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર તાલુકાના વૌવા ગામે મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ મહેર કરી હતી. જોકે વરસાદ સાથે પડેલી વીજળી સ્થાનિક પશુપાલકો માટે આફત બની હતી. વીજળી પડતાં આશરે 40 જેટલા ઘેટાં-બકરાંનાં મોત થતાં ગરીબ પશુપાલક પરિવારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઘટનાની જાણ થતાં વૌવા ગામના સરપંચ તેમજ સેવાભાવી લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુઓનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પશુચિકિત્સકને બોલાવવામાં આવ્યા હતા અને મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ વીજળી પડવાથી જ પશુઓનાં મોત થયાં હોવાનું સ્પષ્ટ થયું હોવાનું જણાવાયું હતું. જેના કારણે આ કુદરતી આફતમાં પશુપાલકોનાં કિંમતી પશુધનનું નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃત પશુઓમાં કેટલાક ઘેટાં ગર્ભવતી પણ હતા. એકસાથે મોટી સંખ્યામાં પશુઓનાં મોત થતાં પશુપાલકોમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે. વૌવા ગામના ગ્રામજનો અને પશુપાલક પરિવારોએ સરકારને રજૂઆત કરી છે કે વીજળી પડવાથી થયેલા પશુધનના નુકસાનની યોગ્ય નોંધ લઈ નિયમ મુજબ સરકારી સહાય ચૂકવવામાં આવે, જેથી આર્થિક રીતે નબળા પરિવારોને થોડી રાહત મળી શકે. કુદરતી આફતના કારણે પશુધન ગુમાવનારા પરિવારોને તાત્કાલિક સહાય મળે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર: બલદેવ મકવાણા4
- સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર તાલુકામાં વીજળી પડવાની ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ વચ્ચે સાંતલપુર તાલુકાના વૌવા ગામની સીમમાં ગત સાંજે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં વૃક્ષ નીચે આરામ કરી રહેલા ઘેટાં-બકરાં ઝપેટમાં આવી જતા અંદાજે 35થી 40 પશુઓનાં મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વૌવા ગામની સીમમાં એક ખેતરમાં વૃક્ષ નીચે ઘેટાં-બકરાંને રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગત સાંજના સમયે અચાનક વીજળી પડતાં પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઘેટાં-બકરાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ પશુઓના માલિક વેલાભાઈ રબારીને કરવામાં આવતા તેમણે વૌવા ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર બનાવ અંગે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી વિપુલભાઈને ઘટનાસ્થળે મોકલી પ્રાથમિક તપાસ કરાવવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી કુલદીપભાઈના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે વૌવા ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને ગામની સીમમાં વીજળી પડવાથી વૃક્ષ નીચે રહેલા ઘેટાં-બકરાંનાં મોત થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તલાટી કમ મંત્રીને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. હવે પશુપાલન વિભાગની ટીમ દ્વારા મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સાંતલપુર તાલુકાના પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટર ભૂમિબહેન સ્થળ પર પહોંચી જરૂરી તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે. વેટરનરી ડોક્ટર ભૂમિબહેન તરલના જણાવ્યા મુજબ, સ્થળ પર જ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલવામાં આવશે. આકાશી વીજળીની આ ઘટનામાં પશુપાલક વેલાભાઈ રબારીના મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોત થતાં તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે પશુપાલક પરિવાર પર આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. હવે સત્તાવાર તપાસ અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મૃત પશુઓની ચોક્કસ સંખ્યા અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4