ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે. ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે. સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે. ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે. સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને
જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે
વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
- મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.4
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....1
- રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ2
- ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1