logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડોદરા GIDC પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લાલુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારીના બે ગુનાઓમાં વોન્ટેડ આરોપી આકાશ ભીમરાવ બહારે તાતીથૈયા ગામની સીમમાં કડોદરા-બારડોલી રોડ પર હાજર હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સ્થળ પર પહોંચીને ઘેરાબંધી કરી હતી અને ૨૩ વર્ષીય આકાશ બહારેની ધરપકડ કરી હતી. પલસાણા તાલુકાના દસ્તાન ગામના રહેવાસી આ આરોપીની તપાસ કરતા સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશન સહિત કુલ ૨૪ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર સફળ કામગીરીમાં પીએસઆઈ બી. બી. વાધેલા, એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈ તથા એએસઆઈ હરેશભાઈ ખૂમાભાઈ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

22 hrs ago
user_Hetalkumar manharbhai mis
Hetalkumar manharbhai mis
પલસાણા, સુરત, ગુજરાત•
22 hrs ago
a4d57ef4-235f-4b41-80be-618261f7437a

કડોદરા GIDC પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લાલુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારીના બે ગુનાઓમાં વોન્ટેડ આરોપી આકાશ ભીમરાવ બહારે તાતીથૈયા ગામની સીમમાં કડોદરા-બારડોલી રોડ પર હાજર હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સ્થળ પર પહોંચીને ઘેરાબંધી કરી હતી અને ૨૩ વર્ષીય આકાશ બહારેની ધરપકડ કરી હતી. પલસાણા તાલુકાના દસ્તાન ગામના રહેવાસી આ આરોપીની તપાસ કરતા સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશન સહિત કુલ ૨૪ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર સફળ કામગીરીમાં પીએસઆઈ બી. બી. વાધેલા, એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈ તથા એએસઆઈ હરેશભાઈ ખૂમાભાઈ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    1
    સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે.

આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.
    1
    સુરતના તાતીથૈયામાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી પાસેથી ₹90 હજારની કિંમતનો મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.
    1
    સુરત શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખટોદરા પી આઇ શ્રી એન વી ભરવાડ સાહેબ દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.
    user_Gautambhai panpatil
    Gautambhai panpatil
    Photography studio ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત શહેરમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ૬ વર્ષની નાબાલીક બાળકી સાથે દુષ્કર્મ આચરનારા ૮૨ વર્ષના વૃદ્ધ આરોપીને સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મુસા મોહમદ મંસુરી (ઉંમર ૮૨ વર્ષ) તરીકે થઈ છે. સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાલ સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઉમરવાડાની બેઠી કોલોનીમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન ભરૂચ જિલ્લાનું સંખવાડ છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કડક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.
    1
    સુરત શહેરમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ૬ વર્ષની નાબાલીક બાળકી સાથે દુષ્કર્મ આચરનારા ૮૨ વર્ષના વૃદ્ધ આરોપીને સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મુસા મોહમદ મંસુરી (ઉંમર ૮૨ વર્ષ) તરીકે થઈ છે. સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાલ સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઉમરવાડાની બેઠી કોલોનીમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન ભરૂચ જિલ્લાનું સંખવાડ છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કડક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    40 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.