logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવી ..પ્રેમી એ નંબર બ્લોક કરી દીધો રાજકોટમાં Ph.D કરતી ૨૬ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના ચિંતન મકવાણાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નંબર બ્લોક કરી દીધો હતો.

20 hrs ago
user_વાલજીભાઈ રાવળ
વાલજીભાઈ રાવળ
Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
20 hrs ago

લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવી ..પ્રેમી એ નંબર બ્લોક કરી દીધો રાજકોટમાં Ph.D કરતી ૨૬ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના ચિંતન મકવાણાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નંબર બ્લોક કરી દીધો હતો.

More news from Banas Kantha and nearby areas
  • રક્ષાબંધન નિમિત્તે STના કાફલામાં 101 નવી બસો દોડવામાં આવશે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત STના કાફલામાં બુધવારે 101 નવી બસો ઉમેરવામાં આવશે. મુસાફરોને વધુ સારી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળશ રક્ષાબંધન નિમિત્તે બહેનોને ભાઈના ઘરે પહોંચવામાં સરળતા રહેશે. વધતા મુસાફરભારને પહોંચી વળવા ST દ્વારા નવી બસો શરૂ કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કર્ષ સંઘવીએ પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી. રક્ષાબંધનના પર્વે બહેનો અને મુસાફરો માટે નવી બસો મોટી રાહતરૂપ બનશે.
    2
    રક્ષાબંધન નિમિત્તે STના કાફલામાં 101 નવી બસો દોડવામાં આવશે 
રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત STના કાફલામાં બુધવારે 101 નવી બસો ઉમેરવામાં આવશે.
મુસાફરોને વધુ સારી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળશ રક્ષાબંધન નિમિત્તે બહેનોને ભાઈના ઘરે પહોંચવામાં સરળતા રહેશે.
વધતા મુસાફરભારને પહોંચી વળવા ST દ્વારા નવી બસો શરૂ કરવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી કર્ષ સંઘવીએ પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી.
રક્ષાબંધનના પર્વે બહેનો અને મુસાફરો માટે નવી બસો મોટી રાહતરૂપ બનશે.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    14 hrs ago
  • ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'પોલીસ અધિક્ષકની કચેરી - સાબરકાંઠા', 'નવોદય મિશન ટ્રસ્ટ - ગાંધીનગર' અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રા. ડૉ. એમ.બી. પરમારે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ તથા ખેડબ્રહ્મા ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કુલદીપકુમારે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને લક્ષ્યપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ સમારોહમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી. પટેલ, નવોદય મિશન ટ્રસ્ટના શ્રી દાનીભાઈ. શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ. એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. કેતનભાઈ ભોઈ સહિત કોલેજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે અંતમાં આભાર વિધિ એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. જમનાબેન ગામેતી દ્વારા કરવામાં આવી હતી.
    2
    ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો
ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો
ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'પોલીસ અધિક્ષકની કચેરી - સાબરકાંઠા', 'નવોદય મિશન ટ્રસ્ટ - ગાંધીનગર' અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રા. ડૉ. એમ.બી. પરમારે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ તથા ખેડબ્રહ્મા ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કુલદીપકુમારે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને લક્ષ્યપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ સમારોહમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી. પટેલ, નવોદય મિશન ટ્રસ્ટના શ્રી દાનીભાઈ. શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ. એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. કેતનભાઈ ભોઈ સહિત કોલેજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે અંતમાં આભાર વિધિ એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. જમનાબેન ગામેતી દ્વારા કરવામાં આવી હતી.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    1
    વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન

વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન
વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી.
આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી.
જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
  • ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો મહેસાણા માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ! ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો

મહેસાણા
માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો
હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ!
ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ
ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા
પરિવાર સાથે  સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો
ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ
તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ
પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની અનિમિયતતા બાબતે સમર્થનમાં આવ્યું ABVP ગુજરાતની શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને મળતી વિવિધ સ્કોલરશીપની  અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ સહીત ABVP એ મહેસાણા કલેકટરશ્રીને કરી લેખિત રજુઆત.. ગુજરાતની વિવિધ શાક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા  SC..ST.. SEBC.. EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા  સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત  ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે.. પરંતુMYSY.. CMSS.. સહિત આદિવાસી વિભાગમાંથી મળતી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ  સમાજકલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિની  રકમ સમયસર બેંકખાતામાં જમા થતી નહિ હોવાની  સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠવા પામી. આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી..હોસ્ટેલ ફી...પુસ્તકો.. રહેવા-જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીઓ પડતી રહી છે.. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને વિશેષ રૂપે ધ્યાને લઈને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય એ માટે ABVP મહેસાણાએ કલેકટરશ્રી સમક્ષ માંગ કરવામાં આવી. આશિષ પટેલ મહેસાણા
    1
    વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની અનિમિયતતા બાબતે સમર્થનમાં આવ્યું ABVP
ગુજરાતની શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા 
વિદ્યાર્થીઓને મળતી વિવિધ સ્કોલરશીપની  અનિયમિતતાને લઈને
વિદ્યાર્થીઓ સહીત ABVP એ મહેસાણા કલેકટરશ્રીને કરી લેખિત રજુઆત..
ગુજરાતની વિવિધ શાક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 
SC..ST.. SEBC.. EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા 
સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત 
ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે..
પરંતુMYSY.. CMSS.. સહિત આદિવાસી વિભાગમાંથી
મળતી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ 
સમાજકલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિની 
રકમ સમયસર બેંકખાતામાં જમા થતી નહિ હોવાની 
સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠવા પામી.
આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી..હોસ્ટેલ ફી...પુસ્તકો..
રહેવા-જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીઓ પડતી રહી છે..
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને વિશેષ રૂપે ધ્યાને લઈને
બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય
એ માટે ABVP મહેસાણાએ કલેકટરશ્રી સમક્ષ માંગ કરવામાં આવી.
આશિષ પટેલ મહેસાણા
    user_WORLD24
    WORLD24
    મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.
    1
    શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી
હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવી ..પ્રેમી એ નંબર બ્લોક કરી દીધો રાજકોટમાં Ph.D કરતી ૨૬ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના ચિંતન મકવાણાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નંબર બ્લોક કરી દીધો હતો.
    1
    લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ 
ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવી ..પ્રેમી એ નંબર બ્લોક કરી દીધો
રાજકોટમાં Ph.D કરતી ૨૬ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના ચિંતન મકવાણાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં નંબર બ્લોક કરી દીધો હતો.
    user_વાલજીભાઈ રાવળ
    વાલજીભાઈ રાવળ
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
    1
    અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..!
ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.