વડાલી સગીરા અપહરણ-દુષ્કર્મ: આરોપી જેલ ભેગો, રાજસ્થાનમાં ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ ગુજારાયું, કોર્ટે જામીન નામંજૂર કર્યા વડાલી તાલુકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના એક ગામની ૧૭ વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ રાજસ્થાનમાં ગોંધી રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી ભાવેશ અમાજી ઠાકોરને વડાલી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને ઈડરની સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના જામીન નામંજૂર કરી હિંમતનગર સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ભાવેશ અમાજી ઠાકોરે મધ્યરાત્રિના સમયે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘર છોડવા માટે પ્રેરિત કરી હતી. ત્યારબાદ તે સગીરાને સરહદ પાર રાજસ્થાનના શિવગંજ લઈ ગયો હતો. ત્યાં એક અજાણ્યા સ્થળે સગીરાને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. આ ઘટના દરમિયાન સગીરા વડાલી પરત ફર્યા બાદ તેણે પરિવારજનોને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવારની મદદથી વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO) તેમજ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સઘન તપાસ ચલાવી આરોપી ભાવેશ અમાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેની તબીબી તપાસ અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને ઈડરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા અને તેને હિંમતનગર સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

- ઇડર તાલુકાના બડોલી ગામે તાલુકા કક્ષાનો “સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)” કાર્યક્રમ ઇડર તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ ઝડપી નિવારણ લાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ, ઇડર તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુવભાઈ પટેલ, રેવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર અમીન તેમજ મામલતદાર સર્કલ ઓફિસર દેવડા સાહેબ,નાયબ મામતદાર જયેશભાઈ, ઇટડીઓ હિતેશભાઈ,વિસ્તરણ અધિકારી લીલાબેન,નરેશભાઈ પટેલ,પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ, જી-કાર્ડ, ઓપીડી સારવાર સહિત આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ICDS વિભાગ દ્વારા મિલેટ અને THR વાનગીઓનું પ્રદર્શન યોજી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વાયવંદના યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ સહિતની સેવાઓ માટે અરજીઓ સ્વીકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ UGVCL ઇડર ગ્રામ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ઇડર, બેંક ઓફ બરોડા, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોએ પણ પોતાના સ્ટોલ દ્વારા નાગરિકોને સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી જલ્પાબેન પ્રજાપતિ, ડે. રમીલાબેન સુતરીયા સહિત પંચાયત બોડી અને સ્ટાફ ,વિસીઈ અને ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો, જેના પરિણામે કાર્યક્રમ સુંદર રીતે યોજાઈ શક્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી પ્રાપ્ત થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.1
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર1
- *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006504
- Post by Pooja patel1
- ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર1
- Post by RAMESH ZALA8
- વડાલી તાલુકાના થેરાસણા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની બેદરકારીના કારણે એક અકસ્માત સર્જાયો હતો. ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી વીજપોલ પરથી લટકતા તાર ન હટાવવાના કારણે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થેરાસણા ગામમાંથી બટાકા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતા વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ વાયરો લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા વીજ પોલ સાથે જોડાયેલા હતા. ટ્રક આગળ વધતાં તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયો. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો. આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઉભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે, તંત્રની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ મહિલાને ગંભીર ઈજાઓ ભોગવવાનો વારો આવ્યો છે.1