logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ બહેરામપુરામાં મહિલા પર ચાકુથી હુમલો કરનાર આરોપીની ધરપકડ

on 23 January
user_R GUJARAT NEWS
R GUJARAT NEWS
Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
on 23 January

અમદાવાદ બહેરામપુરામાં મહિલા પર ચાકુથી હુમલો કરનાર આરોપીની ધરપકડ

More news from ગુજરાત and nearby areas
  • દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    1
    દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by પરમાર રાહુલ શિવાજી
    1
    Post by પરમાર રાહુલ શિવાજી
    user_પરમાર રાહુલ શિવાજી
    પરમાર રાહુલ શિવાજી
    દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ
કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    12 hrs ago
  • રસ્તા પર શાંતિથી ચાલવું પણ હવે ખતરનાક બની ગયું છે… આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    રસ્તા પર શાંતિથી ચાલવું પણ હવે ખતરનાક બની ગયું છે…
આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    1
    પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી.
માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.
ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી.
10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો.
12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો.
આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી.
માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    18 hrs ago
  • રાજકોટ : શહેર એ-ડિવિઝન વિસ્તારમાં હની ટ્રેપ કાંડ, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપી ઝડપ્યા રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નિવૃત શિક્ષકને ફસાવીને 12 લાખ રૂપિયા પડાવવાના કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપભેર કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નિલેશ મૈયાભાઈ ઝુંઝા, પાયલ ભાવીનભાઈ પરસાણા અને તેજલ દીપકભાઈ ટિંડાણીનો સમાવેશ થાય છે. માહિતી મુજબ આરોપીઓએ જમીન બતાવવાના બહાને નિવૃત શિક્ષક સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેમને એક રૂમમાં બોલાવી હની ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાએ બળજબરીથી અશ્લીલ સ્થિતિ સર્જી હતી, જ્યારે બીજી મહિલાએ તેનો વીડિયો બનાવી લીધો હતો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિવૃત શિક્ષક પાસેથી 12 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ઘટનાથી ભયભીત બનેલા નિવૃત શિક્ષકે અંતે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    1
    રાજકોટ : શહેર એ-ડિવિઝન વિસ્તારમાં હની ટ્રેપ કાંડ, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપી ઝડપ્યા
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નિવૃત શિક્ષકને ફસાવીને 12 લાખ રૂપિયા પડાવવાના કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપભેર કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં નિલેશ મૈયાભાઈ ઝુંઝા, પાયલ ભાવીનભાઈ પરસાણા અને તેજલ દીપકભાઈ ટિંડાણીનો સમાવેશ થાય છે.
માહિતી મુજબ આરોપીઓએ જમીન બતાવવાના બહાને નિવૃત શિક્ષક સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેમને એક રૂમમાં બોલાવી હની ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાએ બળજબરીથી અશ્લીલ સ્થિતિ સર્જી હતી, જ્યારે બીજી મહિલાએ તેનો વીડિયો બનાવી લીધો હતો.
પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિવૃત શિક્ષક પાસેથી 12 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
ઘટનાથી ભયભીત બનેલા નિવૃત શિક્ષકે અંતે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    13 hrs ago
  • લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    1
    લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ
વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.
લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે.
મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે.
પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.”
લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.