પવિત્ર રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા બાલાસિનોર તાલુકાના વિશ્વવિખ્યાત રૈયોલી ફોસિલ પાર્ક—ડાયનાસોરની ભૂમિ ખાતે 'નારી વંદના કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું પવિત્ર રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા બાલાસિનોર તાલુકાના વિશ્વવિખ્યાત રૈયોલી ફોસિલ પાર્ક—ડાયનાસોરની ભૂમિ ખાતે 'નારી વંદના કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું *,જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ દસરથભાઈ બારીયાને સહભાગી થવાનો અવસર મળ્યો*. *નારીશક્તિના ગૌરવ અને સન્માનના પ્રતીક સમાન આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા તેમજ સ્થાનિક વિસ્તારમાંથી ૧૦૦૦ થી વધુ વહાલી બહેનો-માતાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી, જ્યાં રક્ષાબંધનની ભેટ સ્વરૂપે ઉપસ્થિત સર્વે બહેનોને બક્ષીપંચ મોરચા મંત્રી ચેતનભાઈ મહેરા દ્વારા 900 સાડી અર્પણ કરી સ્નેહપૂર્વક સન્માનિત કરવામાં આવી હતી*. *આ અવસરે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહ પરમારજી અનિવાર્ય સંજોગોના કારણે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમણે સૌ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત માતૃશક્તિને ટેલિફોનિક માધ્યમથી 'જય સોમનાથ' પાઠવી પોતાની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી*. *આ ગરિમાપૂર્ણ પ્રસંગે કાર્યક્રમ હોપ આપનાર જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથસિંહ બારીયા, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પાદરીયા, તેજસભાઈ શાહ, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા, જિલ્લા ઉપાધ્યક્ષ સી. એન. બારીયા, એની હોદેદારો, વિવિધ મોરચાના આગેવાનો સહિત બક્ષીપંચ મોરચાના તમામ પદાધિકારીઓ, સ્થાનિક સરપંચશ્રીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*.
પવિત્ર રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા બાલાસિનોર તાલુકાના વિશ્વવિખ્યાત રૈયોલી ફોસિલ પાર્ક—ડાયનાસોરની ભૂમિ ખાતે 'નારી વંદના કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું પવિત્ર રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા બાલાસિનોર તાલુકાના વિશ્વવિખ્યાત રૈયોલી ફોસિલ પાર્ક—ડાયનાસોરની ભૂમિ ખાતે 'નારી વંદના કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું *,જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ દસરથભાઈ બારીયાને સહભાગી થવાનો અવસર મળ્યો*. *નારીશક્તિના ગૌરવ અને સન્માનના પ્રતીક સમાન આ ગરિમામય કાર્યક્રમમાં
જિલ્લા તેમજ સ્થાનિક વિસ્તારમાંથી ૧૦૦૦ થી વધુ વહાલી બહેનો-માતાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી, જ્યાં રક્ષાબંધનની ભેટ સ્વરૂપે ઉપસ્થિત સર્વે બહેનોને બક્ષીપંચ મોરચા મંત્રી ચેતનભાઈ મહેરા દ્વારા 900 સાડી અર્પણ કરી સ્નેહપૂર્વક સન્માનિત કરવામાં આવી હતી*. *આ અવસરે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહ પરમારજી અનિવાર્ય સંજોગોના કારણે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમણે સૌ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત માતૃશક્તિને ટેલિફોનિક
માધ્યમથી 'જય સોમનાથ' પાઠવી પોતાની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી*. *આ ગરિમાપૂર્ણ પ્રસંગે કાર્યક્રમ હોપ આપનાર જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથસિંહ બારીયા, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પાદરીયા, તેજસભાઈ શાહ, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા, જિલ્લા ઉપાધ્યક્ષ સી. એન. બારીયા, એની હોદેદારો, વિવિધ મોરચાના આગેવાનો સહિત બક્ષીપંચ મોરચાના તમામ પદાધિકારીઓ, સ્થાનિક સરપંચશ્રીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*.
- બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....1
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ *સુધારેલી પ્રેસનોટ* *** *પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ* ** *કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ* *** *સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે - સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ* *** *પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ* *** *વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા* ** *આણંદ, મંગળવાર :* રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *****4
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- મહીસાગર જિલ્લા એસપી સફીન હસન દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન બાલાસિનોર, મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઈન્સ્પેક્શન દરમિયાન જિલ્લા એસપી સફીન હસને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તથા નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસપીના ઈન્સ્પેક્શનને પગલે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તેમજ નાગરિક સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો હતો.4
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1