logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ 2 ગામની ગામની ઘટનામાં આવ્યો નવો વળાંક, કમલેશ માવીએ પણ ગરબાડા પોલીસ મથકમાં ક્રોસમાં ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ફોન ઉપર મહિલા વિરુદ્ધ અશ્લીલ શબ્દોમાં ભાષાનો ઉપયોગ કરનાર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હવે કમલેશ માવીએ પણ ક્રોસમાં ફરિયાદ નોંધાવી છે

1 hr ago
user_DNA News
DNA News
Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
1 hr ago

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ 2 ગામની ગામની ઘટનામાં આવ્યો નવો વળાંક, કમલેશ માવીએ પણ ગરબાડા પોલીસ મથકમાં ક્રોસમાં ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ફોન ઉપર મહિલા વિરુદ્ધ અશ્લીલ શબ્દોમાં ભાષાનો ઉપયોગ કરનાર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હવે કમલેશ માવીએ પણ ક્રોસમાં ફરિયાદ નોંધાવી છે

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લા પંચાયત ખાતે આજે ચૂંટાયેલી પાંખની છેલ્લી સામાન્ય સભા યોજવામાં આવી હતી, હવે તમામ પાલિકાઓ અને પંચાયતોમાં વહીવટી સાશન લાગવાનું છે
    1
    દાહોદ જિલ્લા પંચાયત ખાતે આજે ચૂંટાયેલી પાંખની છેલ્લી સામાન્ય સભા યોજવામાં આવી હતી, હવે તમામ પાલિકાઓ અને પંચાયતોમાં વહીવટી સાશન લાગવાનું છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    1
    દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી.
તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.
ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.
    1
    દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી
ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ
તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    14 hrs ago
  • આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    1
    આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
  • મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    1
    મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.
દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    1
    નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે.
શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે.
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે.
હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    2
    પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો:
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી:
દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/-
ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/-
બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/-
કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ:
કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:
નાસી છૂટેલ કાર ચાલક
ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી)
કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા)
રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા)
પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ફોન ઉપર મહિલા વિરુદ્ધ અશ્લીલ શબ્દોમાં ભાષાનો ઉપયોગ કરનાર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હવે કમલેશ માવીએ પણ ક્રોસમાં ફરિયાદ નોંધાવી છે
    1
    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ફોન ઉપર મહિલા વિરુદ્ધ અશ્લીલ શબ્દોમાં ભાષાનો ઉપયોગ કરનાર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી હવે કમલેશ માવીએ પણ ક્રોસમાં ફરિયાદ નોંધાવી છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.