logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરાયું દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રીના “સ્વસ્થ અને વિકસિત ભારત”ના વિઝન તેમજ માતા અને બાળ મરણદર ઘટાડવાના ઉમદા ધ્યેયને સાકાર કરવા હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અદ્યતન ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોર દ્વારા છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત રસીકરણ સેવા સુનિશ્ચિત બનશે.જિલ્લામાં ચાલતા સર્વગ્રાહી રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા ₹1.62 કરોડના ખર્ચે આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ વેક્સીન સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે.આ સ્ટોર જિલ્લાની 32,000થી વધુ સગર્ભા માતાઓ અને 30,300થી વધુ 0 થી 5 વર્ષના બાળકોને અપાતી નવ પ્રકારની જીવનરક્ષક રસીઓ (BCG, OPV, Pentavalent, MR, Td વગેરે) માટે વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ જાળવવામાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવશે.આ સ્ટોરની મુખ્ય તકનીકી સુવિધાઓમાં 2°C થી 8°C તાપમાન જાળવવા માટે અદ્યતન આઈસ લાઈન્ડ રેફરીજરેટર,(ILR) અને Deep Freezer Units, 24x7 સતત મોનીટરીંગ માટે Digital Data Logger અને રિમોટ ટેમ્પરેચર ટ્રેકિંગ સિસ્ટમ,અચાનક વીજ પુરવઠો ખોરવાય ત્યારે કાર્યરત રહે તે માટે જનરેટર આધારિત પાવર બેકઅપ,તાપમાન ભંગ થાય ત્યારે તરત જાણ થાય તેવી ઑટોમેટેડ એલાર્મ સિસ્ટમ, Vaccine Vial Monitor (VVM) દ્વારા રસીની પોટેન્સી અને હીટ એક્સપોઝરનું નિરીક્ષણ, WHO માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. રસીઓની પોટેન્સી, સ્ટેબિલિટી અને ઈમ્યુનોજેનિસિટી જાળવવા માટે શીત શૃંખલા અનિવાર્ય છે. યોગ્ય તાપમાન જાળવણી દ્વારા રસીની અસરકારકતા સુરક્ષિત રહે છે. જેનાથી માતા અને બાળ આરોગ્ય સૂચકાંકોમાં ગુણાત્મક સુધારો થાય છે તથા વેક્સીન પ્રિવેન્ટેબલ ડિસીઝિસ (VPDs) સામે મજબૂત રક્ષણ મળે છે.આ આધુનિક વેક્સીન સ્ટોર જિલ્લા આરોગ્ય તંત્ર માટે એક મજબૂત આધારસ્તંભ સાબિત થશે.આ ઉદઘાટન સમયે વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 hr ago
user_રીપોર્ટર ધ્રુવ માળી
રીપોર્ટર ધ્રુવ માળી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
1 hr ago
d8141642-293d-4b69-9f43-f8e862e8ec48

હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરાયું દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રીના “સ્વસ્થ અને વિકસિત ભારત”ના વિઝન તેમજ માતા અને બાળ મરણદર ઘટાડવાના ઉમદા ધ્યેયને સાકાર કરવા હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અદ્યતન ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોર દ્વારા છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત રસીકરણ સેવા સુનિશ્ચિત બનશે.જિલ્લામાં ચાલતા સર્વગ્રાહી રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા ₹1.62 કરોડના ખર્ચે આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ વેક્સીન સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે.આ સ્ટોર જિલ્લાની 32,000થી વધુ સગર્ભા માતાઓ અને 30,300થી વધુ 0 થી 5 વર્ષના બાળકોને અપાતી નવ પ્રકારની જીવનરક્ષક રસીઓ (BCG, OPV, Pentavalent, MR, Td વગેરે) માટે વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ જાળવવામાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવશે.આ સ્ટોરની મુખ્ય તકનીકી સુવિધાઓમાં 2°C થી 8°C તાપમાન જાળવવા માટે અદ્યતન આઈસ લાઈન્ડ રેફરીજરેટર,(ILR) અને Deep Freezer Units, 24x7 સતત મોનીટરીંગ માટે Digital Data Logger અને રિમોટ ટેમ્પરેચર ટ્રેકિંગ સિસ્ટમ,અચાનક વીજ પુરવઠો ખોરવાય ત્યારે કાર્યરત રહે તે માટે જનરેટર આધારિત પાવર બેકઅપ,તાપમાન ભંગ થાય ત્યારે તરત જાણ થાય તેવી ઑટોમેટેડ એલાર્મ સિસ્ટમ, Vaccine Vial Monitor (VVM) દ્વારા રસીની પોટેન્સી અને હીટ એક્સપોઝરનું નિરીક્ષણ, WHO માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. રસીઓની પોટેન્સી, સ્ટેબિલિટી અને ઈમ્યુનોજેનિસિટી જાળવવા માટે શીત શૃંખલા અનિવાર્ય છે. યોગ્ય તાપમાન જાળવણી દ્વારા રસીની અસરકારકતા સુરક્ષિત રહે છે. જેનાથી માતા અને બાળ આરોગ્ય સૂચકાંકોમાં ગુણાત્મક સુધારો થાય છે તથા વેક્સીન પ્રિવેન્ટેબલ ડિસીઝિસ (VPDs) સામે મજબૂત રક્ષણ મળે છે.આ આધુનિક વેક્સીન સ્ટોર જિલ્લા આરોગ્ય તંત્ર માટે એક મજબૂત આધારસ્તંભ સાબિત થશે.આ ઉદઘાટન સમયે વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.
    1
    ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    20 hrs ago
  • 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    1
    📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48)
वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा ।  हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। 
ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं।
मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏
    user_Uj Banna
    Uj Banna
    ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    13 min ago
  • ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    1
    ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    21 hrs ago
  • રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    1
    રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું.
આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    2
    મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર   વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    15 hrs ago
  • જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    1
    જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    20 hrs ago
  • વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
    1
    વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.