હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલ: શહેરમાં આવેલ શ્રી હિમજા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારોલા વણિક સમાજની કુળદેવી તરીકે પૂજાતા શ્રી હિમજા માતાજીના દર્શન અને પૂજન માટે સ્થાનિક ભક્તો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજાણીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન, પૂજન અને આરતીમાં જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી પ્રસંગે સમાજના લોકો એકત્રિત થયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ સ્થાનિક ભક્તો માટે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને પરસ્પર મળાપનો પણ અવસર બની રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ સવારે માતાજીનું હવન કરવામાં આવે છે અને ત્યાર બાદ સાંજ પડે શ્રીફળ હોમવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. શ્રી હિમજા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા સમાજના આગેવાનો તથા મંદિર સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ઉજાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ઉજાણીના આ ધાર્મિક પ્રસંગે **"જય શ્રી હિમજા માતાજી"**ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું

- વડોદરા શહેરના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરટીઆઇ મરાતા શોધવા ગયા રેવડી અને મળ્યું ગુલાબ જાંબુ2
- કવાંટમાં ૧૨૦ બેડની અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત: છોટાઉદેપુર જિલ્લા પંચાયત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા કવાંટ ગામે ૧૨૦ બેડની સુવિધાથી સજ્જ નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાવર્કર બહેનોને કીટ વિતરણ કરાઈ હતી. #ChhotaUdepur #Kawant #Hospital #EKrantiNews #GujaratNews #HealthDepartment #NewsUpdate1
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- પેટલાદ માં મેઘરાજા એન્ટ્રી મારી દીધી છે પેટલાદમાં ભારે વરસાદ આગાહી1
- દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખાયા હેઠળના રામનગર ખાતે યોજાયેલા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકોને આપવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ અને રસીકરણ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત લાભાર્થીઓને મળતી આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત આરોગ્ય કર્મચારીઓ, એએનએમ અને આશા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતે શહેરી વિસ્તારના દરેક લાભાર્થી સુધી માતા અને બાળ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને કામગીરીમાં નિયમિતતા, ગુણવત્તા અને જવાબદારી જાળવી રાખવા પણ જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન સંબંધિત અર્બન મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી. પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે. આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર તુલસીદાસ2
- બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ રાઠોડે ફાયર ઓફિસમાં નોંધાયેલ ન હોવાનું જણાવાતા NOC અંગે તપાસની માંગ કરી છે. તા. ૧૦ ઓગસ્ટે સંબંધિત NOC CFO કચેરીમાં રજૂ કરી તપાસ તથા બોગસ જણાય તો પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૧ ઓગસ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર મામલે કચેરીની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે?1
- તે મોટા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજે જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે1
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4