રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી પલસાણા તાલુકામાં 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાથે જ સ્થળ પર જ અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. પલસાણા તાલુકામાં કુલ ત્રણ સ્થળોએ આ જન કલ્યાણ શિબિર યોજવાનું આયોજન કરાયું છે. પલસાણાના મામલતદાર મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પ્રથમ શિબિર કારેલી ગામે સફળતાપૂર્વક યોજાઈ હતી. બીજી શિબિર 18 જૂનના રોજ પલસાણા પ્રાથમિક શાળામાં યોજાશે, અને ત્રીજી તથા અંતિમ શિબિર 20 જૂનના રોજ વરેલી પ્રાથમિક શાળામાં યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે શિબિરોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપે છે, અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તે માટે કામગીરી થઈ રહી છે. મામલતદાર મુકેશ પટેલે ગ્રામજનોને જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે, આ જન કલ્યાણ શિબિર અંતર્ગત તાલુકાના કુલ 18 ગામોને આવરી લેવામાં આવ્યા છે. કારેલી ગામે યોજાયેલી પ્રથમ શિબિરમાં સરકારની 57થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, જાતિના દાખલા, આધાર આધારિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, પેન્શન સહિત વિવિધ વિભાગોની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કારેલી ખાતે યોજાયેલી પ્રથમ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોજનાઓની માહિતી મેળવી ઉત્સાહપૂર્વક અરજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આયોજકો દ્વારા આગામી શિબિરોમાં પણ વધુમાં વધુ લોકો હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ શિબિરમાં પલસાણા મામલતદાર મુકેશભાઈ વી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહભાઈ બી. પરમાર, સી.ડી.પી.ઓ. સેજલબેન ઇટાલીયા, જિલ્લા પંચાયત સભ્ય, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ આહીર, તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સચિન GIDC પોલીસે બાઇક પર સવાર થઈને વિવિધ વિસ્તારો અને શેરીઓમાં આશ્ચર્યજનક ચેકિંગ અને કોમ્બિંગ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન, પોલીસ ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી અને અસામાજિક તત્વો સામે સતર્કતા દાખવી હતી. આવા કોમ્બિંગ અભિયાનો ગુના નિયંત્રણ અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે સમયાંતરે હાથ ધરવામાં આવે છે.1
- સુરતમાં અસામાજિક તત્વોને હવે છોડવામાં નહીં આવે. ડિંડોલી પોલીસ આવા તત્વો સામે લાલઘૂમ થઈ છે. ભેસ્તાન આવાસમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે ડિંડોલી પોલીસે લાલ આંખ કરી છે અને ગણતરીના કલાકોમાં જ તેમની શાન ઠેકાણે લાવી દીધી છે.1
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીના પગલે પોલીસ વિભાગ અને બોમ્બ સ્કવોડને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.1
- સુરત શહેરની સચિન પોલીસે સુરતના ગ્રામીણ વિસ્તારોમાં ચોરી કરતી દેવીપૂજક ગેંગના પાંચ સભ્યોને કિંમતી સામાન સાથે પકડી પાડ્યા છે.1
- સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ધમકીભર્યા સંદેશાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતાં જ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.1
- સુરત ગ્રામ્ય LCB પોલીસે કામરેજના પ્રોબિશન કેસમાં ફરાર આરોપીને દબોચી લીધો સુરત ગ્રામ્ય LCB પોલીસે કામરેજના પ્રોબિશન કેસમાં ફરાર આરોપીને દબોચી લીધો1
- સુરત મહાનગરપાલિકાના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ સામે કોંગ્રેસે વરાછા ઝોન-બી વિસ્તારમાં કથળેલી જનસુખાકારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ઉગ્ર વલણ અપનાવ્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વરાછા ઝોન-બીની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને મનપા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રમાં વરાછા ઝોન-બીની મુખ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓનું સામ્રાજ્ય, જે અકસ્માતો અને વાહનચાલકોને કમરના દુખાવાનો ભોગ બનાવી રહ્યા છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. રહેણાંક વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને ચાલતી ગેરકાયદેસર ‘સાયલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના કારણે થતા ઘોંઘાટ, ધ્રુજારી અને પ્રદૂષણને લીધે બાળકો, વડીલો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, અને આ બાબતે પાલિકાની ચુપકીદી અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે. દર વર્ષે ખાડી પૂરના કારણે લાખો લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી થતા નુકસાન અને રોગચાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં શાસકો નિષ્ફળ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. વેરા ઉઘરાવવામાં અગ્રેસર રહેતી પાલિકા સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઘોર ઉદાસીનતા દાખવી રહી છે. કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓમાં વરાછા ઝોન-બીના તમામ બિસ્માર રસ્તાઓનું યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રી-કાર્પેટિંગ, રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કારખાનાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમને રહેણાંક વિસ્તારની બહાર ખસેડવા, અને ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાનો સમાવેશ થાય છે. સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નોનું આગામી દિવસોમાં સકારાત્મક અને નક્કર નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક જનતાના હિતમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.3
- સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર એક લુખ્ખા તત્વને ડિંડોલી પોલીસે ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આરોપીને વધુ કાર્યવાહી અને રિ-કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યો હતો. સુરત પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાખોરી અને દાદાગીરી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.1
- સુરત જિલ્લાના ચલથાણ નજીક એક નહેરમાં કાર ડૂબી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર અચાનક નહેરમાં ખાબકી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.1