Shuru
Apke Nagar Ki App…
વિકાસની વાતો વચ્ચે ખોવાયેલું એક ગામ - નાગલા (વાવ-થરાદ) ૧૫ વર્ષ વીતી ગયા, પણ પૂરની એ ભયાનક યાદો અને તબાહી આજે પણ આ માજીની આંખોમાં જીવંત છે. મકાનો પડી ગયા, માલ-મિલકત ગઈ, અને આજે ૧૫ વર્ષ પછી પણ આ પરિવાર ઝૂંપડામાં રહેવા મજબૂર છે. ચૂંટણી આવે એટલે નેતાઓ આવે, પણ ચૂંટણી પતતા જ ગરીબોના નસીબ ફરી એ જ અંધકારમાં ધકેલાઈ જાય છે. શું આ માજીને ક્યારેય પોતાનું પાકું ઘર મળશે? ઉગે આ પોસ્ટને શેર કરો અને આ અવાજને દૂર સુધી પહોંચાડો.
Dashrath thakor
વિકાસની વાતો વચ્ચે ખોવાયેલું એક ગામ - નાગલા (વાવ-થરાદ) ૧૫ વર્ષ વીતી ગયા, પણ પૂરની એ ભયાનક યાદો અને તબાહી આજે પણ આ માજીની આંખોમાં જીવંત છે. મકાનો પડી ગયા, માલ-મિલકત ગઈ, અને આજે ૧૫ વર્ષ પછી પણ આ પરિવાર ઝૂંપડામાં રહેવા મજબૂર છે. ચૂંટણી આવે એટલે નેતાઓ આવે, પણ ચૂંટણી પતતા જ ગરીબોના નસીબ ફરી એ જ અંધકારમાં ધકેલાઈ જાય છે. શું આ માજીને ક્યારેય પોતાનું પાકું ઘર મળશે? ઉગે આ પોસ્ટને શેર કરો અને આ અવાજને દૂર સુધી પહોંચાડો.
More news from ગુજરાત and nearby areas
- ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામમાં કોંગ્રેસ પાર્ટીનો એક અનોખો અને ભાવુક ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો ગામમાં આયોજિત જાહેર સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અનિવાર્ય સંજોગોવશાત રૂબરૂ પહોંચી શક્યા ન હતા પરંતુ તેમણે ટેકનોલોજીના માધ્યમથી મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો ટડાવ ગામમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં સાંસદ ગેનીબેન ઠાકોરને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા જોકે વ્યસ્ત શિડ્યુલ અથવા અન્ય ટેકનિકલ કારણોસર ગેનીબેન સભા સ્થળે સમયસર પહોંચી શક્યા ન હતા કાર્યકર્તાઓ અને મતદારોમાં નિરાશા ન વ્યાપે તે માટે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ગેનીબેન ઠાકોરે સભા સ્થળે ઉપસ્થિત આગેવાનોના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફોનને સ્પીકર સાથે જોડીને સમગ્ર સભાને સંબોધિત કરી હતી ગેનીબેને ભાવુક સ્વરે મતદારોની વચ્ચે ન પહોંચી શકવા બદલ જાહેર માફી માંગી હતી તેમણે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ભલે રૂબરૂ નથી આવી શક્યા પરંતુ તેમનું હૃદય અને સેવા હંમેશા જનતા માટે હાજર છે તેમણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અને સમર્થન આપવા નમ્ર અપીલ કરી હતી નેતાની આ નિખાલસતા અને માફી માંગવાની રીત જોઈને ટડાવ ગામના મતદારોમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ ડિજિટલ પ્રચાર અને ગેનીબેનની કાર્યશૈલીની ભારે ચર્ચા થઈ રહી છે1
- Post by Ashvinbhai3
- Post by Shailesh bhai j.darji1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by LOK BANAS NEWS1
- પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા4
- Post by H P Banna1
- Post by Ashvinbhai2
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1