વિરપુર તાલુકામાં ભારે વરસાદ,લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારની મધ્યરાત્રિ દરમિયાન વિરપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર તાલુકામાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો. તાલુકામાં રાત્રિ દરમિયાન કુલ ૩.૭૪ ઈંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વિરપુરની લાવેરી નદીમાં નવા નીરની જોરદાર આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. મહેમુદપુરા વિસ્તાર પાસે આવેલી લાવેરી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધતાં સ્થાનિક લોકો નદીના વહેણને જોવા માટે ઉમટી પડ્યા હતા. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે... વિપુલ જોષી વિરપુર
વિરપુર તાલુકામાં ભારે વરસાદ,લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારની મધ્યરાત્રિ દરમિયાન વિરપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર તાલુકામાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો. તાલુકામાં રાત્રિ દરમિયાન કુલ ૩.૭૪ ઈંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વિરપુરની લાવેરી નદીમાં નવા નીરની જોરદાર આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. મહેમુદપુરા વિસ્તાર પાસે આવેલી લાવેરી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધતાં સ્થાનિક લોકો નદીના વહેણને જોવા માટે ઉમટી પડ્યા હતા. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે... વિપુલ જોષી વિરપુર
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.4
- અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર1
- *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર* ********************* માહિતી કચેરી અરવલ્લી 31-07-2026 અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય. NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.” NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ***************** જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.!96385006502
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.1
- મોડી સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફરીથી એક વખત મેઘરાજાની થઈ બેટિંગ મોડી સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફરીથી એક વખત મેઘરાજાની થઈ બેટિંગ #newsupdate #dakor #news #newstoday #newsgujarat24x71
- અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો....... અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..3
- લાગે છે કે તમે સમાચાર માટે લખાણ માંગો છો. અહીં વ્યાવસાયિક ગુજરાતી ન્યૂઝ કૉપી છે: વાછાવાડ બ્રિજ પર ગંભીર અકસ્માત: ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 31 વર્ષીય વિજયભાઈ સોલંકીનું ઘટનાસ્થળે મોત ગોધરા/વાછાવાડ, તા. 1 ઓગસ્ટ: વાછાવાડ બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, એક વાહન ટ્રકની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 31 વર્ષીય વિજયભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. G Live 24 News નાગરિકોને અપીલ કરે છે કે વરસાદી મોસમમાં વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો તેમજ આગળ ચાલતા ભારે વાહનોથી પૂરતું અંતર જાળવો.1