ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગામડી સહીત દાહોદ જીલ્લામાં અલગ અલગ સ્થળે એક્ષરે કામગીરી કરવામાં કરાઈ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગામડી સહીત દાહોદ જીલ્લામાં અલગ અલગ સ્થળે એક્ષરે કામગીરી કરવામાં કરાઈ આજે તારીખ 04/03/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગામડી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એક્સ-રે દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી. આ અભિયાન હેઠળ શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ માટે મોબાઇલ એક્સ-રે અને સ્ક્રીનિંગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય ટીમો દ્વારા ગામ સ્તરે પહોંચી લોકોને ટીબીના લક્ષણો અંગે જાગૃતિ આપવામાં આવી અને તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કામગીરીથી વધુમાં વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ, સમયસર નિદાન અને સારવાર દ્વારા ટીબીના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ રીતે સતત ચાલી રહેલી કામગીરીથી દાહોદ જિલ્લામાં ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા દિશામાં ગતિ મળી રહી છે.

- Gujarat के पूर्व CM शंकर सिंह वाघेला (बापू) ने आदिवासियों की विशेषता को लेकर कहीं मुख्य बातें। #news #breaking1
- દાહોદના સુખસર તાલુકામાં મોટી ઢઢેલીમાં સર્જાયો અકસ્માત આજે તારીખ 04/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ મજૂરો ભરેલો આયસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટના એક બાળકનું મોત,18 લોકો થયા ઇજાગ્રસ્ત 108 મારફતે 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને ઝાલોદ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે બની અકસ્માતની ઘટના બેદરકારીથી હંકારી આવતા ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમીકો થયા ઈજાગ્રસ્ત ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ1
- Post by Salman moravala3
- મહીસાગર જિલ્લાના કોઠંબા બારોટ સમાજના માં ચામુંડા માના મંદિરના ૧૩ માં પાટોત્સવની નિમિત્તે બારોટજી સમાજના ભજનીક ,ડાયરાના કલાકારો દ્વારા લોકડાયરાનીકોઠંબા ખાતે મોજ*1
- ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે1
- છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.1
- હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ રાકેશ હાલોલ તરફથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં હાલોલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર પટકાયેલા રાકેશને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલોલ સરકારી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે કે નશો કરવાની ટેવને કારણે હાલોલ તાલુકામાં બાઇક અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક યુવકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે તેમજ ગામડાના રસ્તાઓ પર બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.1
- દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11,51,114 મતદારો મતદાન કરશે આજે તારીખ 04/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11 તાલુકામાં કુલ 5,79,158 પુરુષો અને 5,71,948 સ્ત્રીઓ એમ કુલ 11,51,114 મતદારો મતદાન કરશે.1