logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બરવાળા પ્રાંત અધિકારી ના હસ્તે વહીયા ગામે આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

7 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
7 hrs ago

બરવાળા પ્રાંત અધિકારી ના હસ્તે વહીયા ગામે આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    1
    બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    1
    ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    7 hrs ago
  • सामान्यवर्ग कोन है ?
    1
    सामान्यवर्ग कोन है ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • deep Jagan Samman 🙏
    1
    deep Jagan Samman 🙏
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • જુહાપુરા રોયલ અકબર પાસે 22 વર્ષના યુવકને ડમ્પર ચાલકે કચડી નાખ્યું
    1
    જુહાપુરા રોયલ અકબર પાસે 22 વર્ષના યુવકને ડમ્પર ચાલકે કચડી નાખ્યું
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    2
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા  આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ  બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.  બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે.  બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા) રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા 
આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  
ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ 
બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. 
બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે. 
બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ
બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે.
આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા)
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • એસોસિએશનની માનવતાવાદી પહેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ
    1
    એસોસિએશનની માનવતાવાદી પહેલ 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    15 hrs ago
  • સુરત માં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર સામે થયો વિરોધ પોતાના ઘરે સ્માર્ટ મીટર નહિ લાગવા લોકો એ ઇલેક્ટ્રિક સીટી કર્મચારી સામે કર્યો વિરોધ
    1
    સુરત માં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર સામે થયો વિરોધ  પોતાના ઘરે સ્માર્ટ મીટર નહિ લાગવા લોકો એ ઇલેક્ટ્રિક સીટી કર્મચારી સામે કર્યો વિરોધ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.