logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલના ખંડોળી ગામે પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્ધો ઝડપાયો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઇ આર.ડી ભરવાડને મળેલી ખાનગી બાતમીના આધારે ખંડોળી ગામના ગીરધરપુરી ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમારના રહેણાંક મકાનમાં પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેડ દરમિયાન મકાન માલિક રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમાર ઘટનાસ્થળે જ હાજર મળી આવ્યો હતો, જેની પાસે દારૂ રાખવા અંગેનો કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ ૨૭૯ નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે, જેની કુલ કિંમત ₹૩૪,૨૮૫ થાય છે. પકડાયેલા મુદ્દામાલમાં ₹૫,૧૨૫ ની કિંમતની ૮ પીએમ સ્પેશલ રેર વ્હીસ્કીની ૪૧ બોટલ, ₹૧૫,૪૭૦ ની કિંમતની રીટ્ઝ રીઝર્વ સુપીરીર ગ્રીન વ્હીસ્કીની ૯૧ બોટલ, ₹૬,૩૦૦ ની કિંમતની વ્હાઈટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરની ૭૦ બોટલ, ₹૪,૬૦૦ ની કિંમતની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કીની ૪૬ બોટલ અને ₹૨,૭૯૦ ની કિંમતની ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કીની ૩૧ બોટલ સામેલ છે. કાલોલ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમની કલમ ૬૫(એ)(ઈ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

1 hr ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
1 hr ago
8d1a8071-1f7d-4c6a-833f-11e9561e6d29

કાલોલના ખંડોળી ગામે પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્ધો ઝડપાયો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઇ આર.ડી ભરવાડને મળેલી ખાનગી બાતમીના આધારે ખંડોળી ગામના ગીરધરપુરી ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમારના રહેણાંક મકાનમાં પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેડ દરમિયાન મકાન માલિક રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમાર ઘટનાસ્થળે જ હાજર મળી આવ્યો હતો, જેની પાસે દારૂ રાખવા અંગેનો કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ ૨૭૯ નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે, જેની કુલ કિંમત ₹૩૪,૨૮૫ થાય છે. પકડાયેલા મુદ્દામાલમાં ₹૫,૧૨૫ ની કિંમતની ૮ પીએમ સ્પેશલ રેર વ્હીસ્કીની ૪૧ બોટલ, ₹૧૫,૪૭૦ ની કિંમતની રીટ્ઝ રીઝર્વ સુપીરીર ગ્રીન વ્હીસ્કીની ૯૧ બોટલ, ₹૬,૩૦૦ ની કિંમતની વ્હાઈટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરની ૭૦ બોટલ, ₹૪,૬૦૦ ની કિંમતની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કીની ૪૬ બોટલ અને ₹૨,૭૯૦ ની કિંમતની ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કીની ૩૧ બોટલ સામેલ છે. કાલોલ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમની કલમ ૬૫(એ)(ઈ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    2
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે.

રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    user_Jayvirsinh vikramsinh sol
    Jayvirsinh vikramsinh sol
    કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    17 hrs ago
  • કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    3
    કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    17 hrs ago
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને જોડતા મુખ્ય માર્ગ અને વડોદરા-બોડેલી-ડભોઇને સાંકળતી અત્યંત મહત્વની એવી ડભોઇ વેગા ચોકડી હાલ અંધારપટ અને વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલી હાઈટેક સોલાર લાઈટો છેલ્લા ૧૦ દિવસથી તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વેગા ચોકડી માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ દેશ-વિદેશના પર્યટકો અને ભારે વાહનોથી સતત ધમધમતી રહે છે. રાત્રિના સમયે અહીં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અને રસ્તા પર તૂટી પડેલા થાંભલાઓને લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
    1
    વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને જોડતા મુખ્ય માર્ગ અને વડોદરા-બોડેલી-ડભોઇને સાંકળતી અત્યંત મહત્વની એવી ડભોઇ વેગા ચોકડી હાલ અંધારપટ અને વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલી હાઈટેક સોલાર લાઈટો છેલ્લા ૧૦ દિવસથી તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

વેગા ચોકડી માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ દેશ-વિદેશના પર્યટકો અને ભારે વાહનોથી સતત ધમધમતી રહે છે. રાત્રિના સમયે અહીં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અને રસ્તા પર તૂટી પડેલા થાંભલાઓને લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    28 min ago
  • વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
    1
    વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    41 min ago
  • અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું, જેમાં લાખો લોકોએ દર્શન કર્યા હતા. આ મહોત્સવ દરમિયાન નેશન ગુજરાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
    1
    અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું, જેમાં લાખો લોકોએ દર્શન કર્યા હતા. આ મહોત્સવ દરમિયાન નેશન ગુજરાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા.

ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.