Shuru
Apke Nagar Ki App…
વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
THE BEALERT
વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
More news from Gujarat and nearby areas
- વડોદરામાં દીકરીઓને સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવાની સલાહ આપવામાં આવી છે. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળતા ખોટા આકર્ષણથી દીકરીઓએ ખાસ બચવું જોઈએ.1
- વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના મુખ્ય માર્ગ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી સતત રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને વાસ મારતું આવી રહ્યું છે. ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, જેથી સમગ્ર પંથકમાં રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા વચ્ચે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાઉન્સિલરો હાથ જોડીને આવી જાય છે, પરંતુ જીત્યા પછી જનતા મુશ્કેલીમાં હોવા છતાં કોઈ ફરકતું પણ નથી. આ વિકટ પરિસ્થિતિ અંગે વડોદરા પાલિકા તંત્રમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.1
- વડોદરા શહેરના ખટી ઈમલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.1
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ ગામના વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ દરેક વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગામના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે અવરજવર કરવામાં ગામલોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે ગ્રામજનોએ સરપંચ શબ્બીરભાઈ આલમને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી.1
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં વિકાસ કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ આ તમામ વિકાસલક્ષી કાર્યો સતત આગળ ધપી રહ્યા છે.1
- વડોદરાની એક શાળામાં શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકના સગા-સંબંધીઓએ શિક્ષક પર બાળકને ફટકાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર આક્ષેપો બાદ આખો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.1
- અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રા યોજાય તે પહેલા જ ભગવાન જગન્નાથજીના પાવન દર્શન મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.1
- ભરૂચ જિલ્લાના નબીપુર નજીક હાઇવે પર એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક આઇસર ટેમ્પા ચાલકે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પાછળના કારણો શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.1