ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા લોકોમાં દહેશત, વન વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું ભરૂચ: શહેરના મકતમપુર વિસ્તારમાં એક વિશાળ ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા માહિતી આપી હતી. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી તેમની ટીમના સભ્ય રમેશ દવે સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગના આરએફઓ એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ભારે જહેમત અને સાવચેતી સાથે કામગીરી કરીને અજગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં રેસ્ક્યુ ટીમે વિશેષ કાળજી રાખીને કામગીરી પૂર્ણ કરી હતી. પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં જ કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. બનાવ બાદ વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી દેખાય તો ગભરાવાની જગ્યાએ તરત સંબંધિત વિભાગને જાણ કરે અને પોતાનું તેમજ અન્ય લોકોનું સુરક્ષિત રાખે.

- ભરૂચમાં કાયદો ભંગ કરનાર સામે કડક સજા, કલમ 163 હેઠળ હુકમ1
- ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એક બંધ મકાનમાં ચોરી કરી ચોર ફરાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- Post by VIJAY VASAVA1
- કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”1
- આમોદ-સરભાન રોડ પર રોધ ગામ નજીક એક કાર અચાનક બેકાબૂ થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂર્ણ થઈ ગયો હતો અને કાચના કણા રોડ પર વેરાઈ ગયા હતા.આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તરત જ 108 ઈમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી.108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને આમોદની રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘાયલોની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.ઘટનાને લઈને પોલીસ તંત્ર એ તપાસ શરૂ કરી દીધી છે.કરણ ની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે રસ્તા પર થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.1
- ભરૂચમાં લાઉડ સ્પીકર પર નિયંત્રણ, પરવાનગી વગર વપરાશ દંડનીય1