Shuru
Apke Nagar Ki App…
🛑 બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાતના વાતાવરણમાં પલટો જામનગરમાં કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ
India24News
🛑 બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાતના વાતાવરણમાં પલટો જામનગરમાં કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ
More news from ગુજરાત and nearby areas
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.4
- जिस दिन गलत मुकदमे पर पुलिस को, और झूठे केस पर वकील को, और नाइंसाफी पर जज को, और झूठी खबर पर मीडिया को सजा मिलेगी, उसी दिन से देश का विकास होना शुरू हो जाएगा1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ1
- **કઠલાલના ઐતિહાસિક ટેકરી ફળિયા હનુમાનજી મંદિરે ભવ્ય 'હનુમાન જન્મોત્સવ' અને 'હિન્દુ સંમેલન' યોજાયું: શક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ** **કઠલાલ, તા. [2/4/2026]:** કઠલાલ ગામના સૌ પ્રથમ અને પૌરાણિક એવા **ટેકરી ફળિયા** ખાતે આવેલા **ચમત્કારીક હનુમાનજી મંદિર**માં શ્રી હનુમાન જન્મોત્સવની અભૂતપૂર્વ અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, શક્તિ અને સંગઠનના આ મહાપર્વમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. **ધાર્મિક કાર્યક્રમો અને મારુતિ યજ્ઞ:** દિવસની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત **મારુતિ યજ્ઞમાં ૯ જોડાઓએ** આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. **મહિલા શક્તિના શ્વાસ અધ્ધર કરતા કરતબ:** આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ **વિશ્વ હિન્દુ પરિષદ** અને **ક્ષત્રિય સમાજની મહિલા ટીમ** દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શૌર્ય ગાથા હતી. બહેનોએ શ્વાસ અધ્ધર કરી દે તેવી **તલવારબાજી** અને વિવિધ સાહસિક કરતબ બતાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો, જેને જોઈ ઉપસ્થિત મેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. **હિન્દુ સંમેલન અને મહાનુભાવોની ઉપસ્થિતિ:** ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં **૨૫૦૦થી વધુ લોકો** સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા પંચાયતના સ્ટાફ સહિતના વહીવટી અધિકારીઓએ વિશેષ હાજરી આપી દાદાના આશીર્વાદ લીધા હતા. વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી સ્પીચ આપવામાં આવી હતી, જેમાં હિન્દુ સંસ્કૃતિ અને સંગઠનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. **ભજન સત્સંગ અને સન્માન:** આધ્યાત્મિકતાના પ્રસાર માટે **૧૧ જેટલી ભજન મંડળીઓ** દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકો દ્વારા તમામ ૧૧ ભજન મંડળીઓને પ્રોત્સાહન રૂપે **'ભજન સત્સંગ કીટ'** અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. **મહાપ્રસાદ અને સમૂહ આરતી:** ભક્તિના આ મેળામાં **૩૦૦૦થી વધુ ભક્તોએ** શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદ (ભોજન) ગ્રહણ કર્યો હતો. સાંજે **સમૂહ હનુમાન ચાલીસા**ના પાઠ બાદ **૧૧૦૦ કોડિયાની ભવ્ય સમૂહ આરતી** કરવામાં આવી હતી. ઝગમગતા દીવડાઓથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે આકાશમાં શાનદાર **આતશબાજી અને ફટાકડાની રમઝટ** જોવા મળી હતી. **આભાર દર્શન:** બજરંગ દળ કઠલાલ અને મંદિર સમિતિ દ્વારા આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવનાર તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી આ ઉત્સવ કઠલાલના ઇતિહાસમાં યાદગાર બની રહ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇડરના મૂડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે આગમન થતા જ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ ગુંજતા શ્લોકો અને મંત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી આ પાઠશાળામાં ધોરણ ૧ થી લઈને કોલેજ સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં દેશભરના યુવાઓ સંસ્કૃત શ્લોક અને વેદ-પુરાણોનું જ્ઞાન મેળવી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓના ભાવિને આકાર આપી રહેલા આ ગુરુકુલના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને પક્ષના વિવિધ હોદ્દેદારો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રસાર માટે એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર બની રહેશે.1
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ4
- ૧૦૦ કિલો મીટર દૂર થી એક ૮૫ વર્ષ ના વૃદ્ધ માજી સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના જન્મ દિવસે વિશ કરવા આવ્યા.1
- સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.1