ઉચ્છલ ખાતે 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનો શુભારંભ: મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીતના હસ્તે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે તા.૧૭-૦૯-૨૦૨૬ થી ૧૭-૧૦-૨૦૨૬ દરમિયાન યોજાનાર 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે માન. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સાહેબશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉચ્છલ ગામે મહાદેવ મંદિર પરિસર પાસે તેમજ મામલતદાર કચેરીની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ સૌને સ્વચ્છતાનો સંદેશ આપી, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચશ્રી, SBM ના સ્ટાફગણ તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કરી સ્વચ્છતામાં સહભાગી બન્યા હતા.
ઉચ્છલ ખાતે 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનો શુભારંભ: મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીતના હસ્તે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે તા.૧૭-૦૯-૨૦૨૬ થી ૧૭-૧૦-૨૦૨૬ દરમિયાન યોજાનાર 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો
હતો. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે માન. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત સાહેબશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉચ્છલ ગામે મહાદેવ મંદિર પરિસર પાસે તેમજ મામલતદાર
કચેરીની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ સૌને સ્વચ્છતાનો સંદેશ આપી, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,
ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચશ્રી, SBM ના સ્ટાફગણ તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કરી સ્વચ્છતામાં સહભાગી બન્યા હતા.
- માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.4
- નિઝરમાં રૂ.55 કરોડના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના નિઝર ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી દ્વારા તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.નિઝરમાં નિર્માણ પામનારી નવી સરકારી હોસ્પિટલ 100 બેડની સુવિધાથી સજ્જ હશે. સાથે જ અહીં તાપી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક પણ બનાવવામાં આવશે.રાજ્યમંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, નવી હોસ્પિટલ શરૂ થયા બાદ નિઝર અને આસપાસના પંથકના લોકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકશે. ગંભીર બીમારી કે ઈમરજન્સીની સ્થિતિમાં સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.આ નવી હોસ્પિટલ નિઝર પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે સંજીવની સમાન સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.1
- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- पलसाणा में पेट्रोल-डीजल चोरी के नेटवर्क का पर्दाफाश, टैंकर से चोरी करते 3 आरोपी गिरफ्तार#पलसाणा #सूरतग्रामीण #पेट्रोलडीजलचोरी #LCB #सूरतपुलिस #पुलिसकार्रवाई पलसाणा में पेट्रोल-डीजल चोरी के नेटवर्क का पर्दाफाश, टैंकर से चोरी करते 3 आरोपी गिरफ्तार#पलसाणा #सूरतग्रामीण #पेट्रोलडीजलचोरी #LCB #सूरतपुलिस #पुलिसकार्रवाई1
- फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त #viralrbharatexpressnews #suratgujarat1
- મોદીજીના જન્મદિવસે તાપી-સોનગઢને રૂ.55 કરોડની હોસ્પિટલની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લાના સોનગઢને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ મળી છે. સોનગઢ ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલનું રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલમાં 100 બેડ ઉપરાંત સીટી સ્કેન સહિતની આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે સોનગઢ સહિત આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓનો લાભ મળશે.1
- 🚨 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत 1️⃣ सूरत जिला के पलसाना तालुका के तांतीथैया गांव में रेलवे हादसे की घटना सामने आई है। 2️⃣ रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक धनंजय कुमार सिंह की जान चली गई। 3️⃣ मृतक मूल रूप से झारखंड के पलामू जिले के हारदना गांव का रहने वाला बताया जा रहा है। 4️⃣ जानकारी के मुताबिक धनंजय कुमार सिंह तांतीथैया स्थित नीलकंठ रेसिडेंसी में रह रहा था। 5️⃣ घटना की जानकारी मिलते ही संबंधित पुलिस मौके पर पहुंची और आगे की कानूनी कार्रवाई शुरू की गई। ⚠️ हादसे के कारणों को लेकर फिलहाल विस्तृत जानकारी सामने आना बाकी है।#liveindiasuratnews24 #trendingreels #viralvideo #trending1