Shuru
Apke Nagar Ki App…
વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👉 https://geogujaratnews.com/24932/
Daily amod news
વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો 👉 https://geogujaratnews.com/24932/
More news from ગુજરાત and nearby areas
- આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.1
- અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી1
- રાજપારડીમાં ‘સ્પર્શ’ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી: મનીષ વઘાસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ જય અંબે વિદ્યાભવનમાં યોજાયેલ ‘સ્પર્શ’ કાર્યક્રમએ સૌના દિલને સ્પર્શી લીધા Manish Vaghasiya1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર.. સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી.. ખરીદો 2 મેળવો 3 આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 📱 70410 01142 👇 સ્થળ 👇 સેલો સ્ટુડિયો ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર વડોદરા રોડ,હાલોલ.1
- 7horse Embroidery Machine |Biggest Textile & Embroidery Machine Expo | Nity News Live1
- રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ૪૧માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી1