રેગામામાં આંગણવાડી બહેનના પરિવારને સહાયનો હાથ, રેગામા ગામે આંગણવાડી બહેનો એ ભારે પડેલા વરસાદને કારણે પાણી ભરાયા હતા જેમાંબહેનોએ સહાય થઈ માનવતાનું ઉદાહરણપૂરું પાડ્યું માંડવી તાલુકાના રેગામા ગામે ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ વરસાદી આફતની અસર આંગણવાડી બહેન રેખાબેન પરેશભાઈ ચૌધરીના પરિવારને પણ થઈ હતી.રેખાબેનના ઘરે થયેલા નુકસાનની જાણ થતાં સઠવાવ સેજાના વિવિધ ગામોની આંગણવાડી બહેનોએ એકજૂથ થઈ પરિવારની મદદ માટે આગળ આવી હતી. આંગણવાડી બહેનો દ્વારા રેખાબેનના ઘરમાં જરૂરી લીપણ કામ કરાવવા સાથે ઘરવખરી અને રસોડાના ઉપયોગી સામાનની સહાય પહોંચાડવામાં આવી હતી. સુપરવાઈઝર સરોજબેન જીતુભાઈ ચૌધરીના માર્ગદર્શન અને સહયોગથી આંગણવાડી બહેનોએ સંવેદનશીલતા દાખવી મુશ્કેલીના સમયમાં પોતાના સાથી આંગણવાડી બહેનના પરિવારને મદદનો હાથ લંબાવ્યો હતો.ભારે વરસાદ બાદ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને જરૂરી સહાય મળતાં રેખાબેન અને પરિવારજનો દ્વારા તમામ આંગણવાડી બહેનો તેમજ સુપરવાઈઝર સરોજબેનનો અને સરપંચ ચિરાગ ચૌધરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.મુશ્કેલીના સમયે સાથીના પડખે ઊભા રહી આંગણવાડી બહેનોએ ‘સેવા સાથે સંવેદના’નું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
રેગામામાં આંગણવાડી બહેનના પરિવારને સહાયનો હાથ, રેગામા ગામે આંગણવાડી બહેનો એ ભારે પડેલા વરસાદને કારણે પાણી ભરાયા હતા જેમાંબહેનોએ સહાય થઈ માનવતાનું ઉદાહરણપૂરું પાડ્યું માંડવી તાલુકાના રેગામા ગામે ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ વરસાદી આફતની અસર આંગણવાડી બહેન રેખાબેન પરેશભાઈ
ચૌધરીના પરિવારને પણ થઈ હતી.રેખાબેનના ઘરે થયેલા નુકસાનની જાણ થતાં સઠવાવ સેજાના વિવિધ ગામોની આંગણવાડી બહેનોએ એકજૂથ થઈ પરિવારની મદદ માટે આગળ આવી હતી. આંગણવાડી બહેનો દ્વારા રેખાબેનના ઘરમાં જરૂરી લીપણ કામ કરાવવા સાથે ઘરવખરી અને રસોડાના ઉપયોગી સામાનની સહાય પહોંચાડવામાં આવી હતી. સુપરવાઈઝર સરોજબેન જીતુભાઈ ચૌધરીના માર્ગદર્શન અને સહયોગથી આંગણવાડી બહેનોએ સંવેદનશીલતા દાખવી મુશ્કેલીના સમયમાં
પોતાના સાથી આંગણવાડી બહેનના પરિવારને મદદનો હાથ લંબાવ્યો હતો.ભારે વરસાદ બાદ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને જરૂરી સહાય મળતાં રેખાબેન અને પરિવારજનો દ્વારા તમામ આંગણવાડી બહેનો તેમજ સુપરવાઈઝર સરોજબેનનો અને સરપંચ ચિરાગ ચૌધરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.મુશ્કેલીના સમયે સાથીના પડખે ઊભા રહી આંગણવાડી બહેનોએ ‘સેવા સાથે સંવેદના’નું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
- જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.1
- कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।1
- हैप्पी रक्षाबंधन आप सभी दर्शक को S V L NEWS 24 की तरफ से बधाई1
- सूरत: फूड पॉइजनिंग के बाद प्रशासन सख्त: 12 मिठाई दुकानों पर खाद्य विभाग की छापेमारी, 420 किलो अखाद्य सामग्री नष्ट; दो दुकानों पर केस दर्ज। #viralrbharatexpressnews1
- માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા: સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત સુરતમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે રમત રમતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 એલ.સી.બી. અને પુણા પોલીસની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરોને રંગેહાથ ઝડપી લીધા છે. આરોપીઓ માત્ર ધોરણ 10, 11 અને 12 પાસ હોવા1
- સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ઝોન-7 ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાના બાળકો તેમજ વૃદ્ધાશ્રમના દાદા-દાદી સાથે રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરવામાં આવી. પોલીસકર્મીઓએ બાળકો અને વડીલોને ભેટ આપી તેમની સાથે ખુશીઓ વહેંચી અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવ્યો. આ પ્રસંગે પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે— “રક્ષક બનવું એ માત્ર ફરજ નથી, પરંતુ લાગણી અને સંબંધોની જવાબદારી પણ છે.” સુરત પોલીસની આ માનવતાભરી પહેલને સૌ કોઈ તરફથી પ્રશંસા મળી રહી છે.1
- કડોદરા GIDC પોલીસે એક માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, જુગાર, નાર્કોટિક્સ તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કામરેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના દિશાનિર્દેશ અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવિણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઈને બાતમી મળી હતી કે, પારડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપી કડોદરા ચાર રસ્તા નજીક ઠાકોરજી કોમ્પ્લેક્સ ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં વર્ણન મુજબનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપીની ઓળખ જય પ્રકાશભાઈ વાંસફોડા, ઉંમર 18 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. અંતરોલી ગામ, ભરૂ ફળિયું, તા. પલસાણા, જિ. સુરત તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે પારડી પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. 11200038263006/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(ખ) મુજબ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં તેની સામે BNSની વિવિધ કલમો તથા જાહેર મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ, PSI જે.જી. ચૌધરી સહિત ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલોની ટીમ જોડાઈ હતી.1
- स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी1