લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરાયું લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરાયું આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાની સુડિયા જિલ્લા પંચાયત સીટ તથા સિંગાપુર તાલુકા પંચાયત સીટ અંતર્ગત મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપાના જિલ્લા પંચાયત ઉમેદવાર ભુરીબેન રાજસિંહ બારીઆ તેમજ સિંગાપુર તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન અજિતભાઈ ડામોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ. કાર્યક્રમ દરમિયાન વિકાસના મુદ્દાઓ, સરકારની યોજનાઓ અને પાર્ટીના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સભામાં હાજર ગ્રામજનોએ પણ ઉમેદવારોને સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી, અને આવનારી ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવા માટે એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરાયું લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરાયું આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાની સુડિયા જિલ્લા પંચાયત સીટ તથા સિંગાપુર તાલુકા પંચાયત સીટ અંતર્ગત મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપાના જિલ્લા પંચાયત ઉમેદવાર ભુરીબેન રાજસિંહ બારીઆ તેમજ સિંગાપુર તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન અજિતભાઈ ડામોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ. કાર્યક્રમ દરમિયાન વિકાસના મુદ્દાઓ, સરકારની યોજનાઓ અને પાર્ટીના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સભામાં હાજર ગ્રામજનોએ પણ ઉમેદવારોને સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી, અને આવનારી ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવા માટે એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
- મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી સંવાદ અને ખાટલા બેઠક યોજાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અન્વયે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ અને “ખાટલા બેઠક” યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે માર્ગદર્શન આપ્યું અને “વિજય મંત્ર” આપ્યો. કાર્યક્રમ દરમિયાન બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવું, મતદારો સુધી પહોંચ વધારવી અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો. ખાટલા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આવનારી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital1
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે વીઘા જમીનમાં ૫ ફૂટ ઊંડું ખોદકામ પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી. ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બનશે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. કાલોલમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ભઠ્ઠા કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?4
- મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ1
- હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી1
- *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*1
- ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખના અધ્યક્ષતામાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે સંવાદ બેઠક યોજાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3.50 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગરબાડા ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે સંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, સ્થાનિક સ્તરે સંગઠનને સશક્ત કરવું અને લોકો સાથે વધુ સારો સંપર્ક સ્થાપિત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, ઉપસ્થિત આગેવાનોના સૂચનો સાંભળી આગામી સમયમાં વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ આપવા પર ભાર મુકાયો હતો. બેઠકમાં હાજર સહકારી આગેવાનો અને સામાજિક પ્રતિનિધિઓએ પણ સકારાત્મક પ્રતિસાદ આપતા પાર્ટી અને વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની તૈયારી દર્શાવી હતી.1