Shuru
Apke Nagar Ki App…
મોબાઈલ છીનવાતા બાળકનો તાંડવ! આખું ઘર તોડી ભંગાર બનાવ્યું, વાયરલ વિડિઓ બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.
E Kranti News
મોબાઈલ છીનવાતા બાળકનો તાંડવ! આખું ઘર તોડી ભંગાર બનાવ્યું, વાયરલ વિડિઓ બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.
More news from ગુજરાત and nearby areas
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.1
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1