Shuru
Apke Nagar Ki App…
મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો જોવા મળ્યો છે. એસ.એમ.સી. (SMC) ની ટીમ દ્વારા બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી છે.
Nayan valand
મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો જોવા મળ્યો છે. એસ.એમ.સી. (SMC) ની ટીમ દ્વારા બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો જોવા મળ્યો છે. એસ.એમ.સી. (SMC) ની ટીમ દ્વારા બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી છે.1
- હાલોલ ડી.વાય.એસ.પી. ઓફિસના કમ્પાઉન્ડમાં એક સાથે બે અલગ-અલગ પ્રજાતિના સાપ દેખાતા ઓફિસના સ્ટાફ દ્વારા સિદ્ધાંત જીવદયા ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ ટીમના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં એક ધામણ (Rat Snake) અને બીજો અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા (Indian Cobra) જોવા મળ્યો હતો. ટીમે જરૂરી સાવચેતી અને સુરક્ષા સાથે બંને સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ બંને સાપને માનવ વસવાટથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા હતા. આ ઘટના બાદ સિદ્ધાંત જીવદયા ટીમે નાગરિકોને અપીલ કરી છે કે જ્યારે પણ સાપ દેખાય ત્યારે ગભરાવું નહીં અને તેને મારવાનો પ્રયાસ પણ કરવો નહીં. સાપ દેખાય ત્યારે તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો જોઈએ, જેથી સાપનું પણ રક્ષણ થઈ શકે અને માનવજીવન પણ સુરક્ષિત રહે.1
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કેસને હાલમાં શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે અને બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. આ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. મચ્છર અને રેતીમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગામમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.2
- વિજયનગરના પોલો ફોરેસ્ટમાં એક કરુણ દુર્ઘટના ઘટી છે, જેમાં બે યુવકો પાણીમાં ડૂબી ગયા છે. મૃત્યુ પામેલા બંને યુવકોની ઓળખ ટીંટોઈના સાહિલ મોરી અને યશ વાઘેલા તરીકે કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ બંને યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ સમગ્ર ટીંટોઈ સહિત અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને હાલ આ મામલે વધુ વિગતો આવવાની રાહ જોવાઈ રહી છે।1