Shuru
Apke Nagar Ki App…
જાંબુઘોડાના રામપુરા-કરા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા નાળાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર બૂ આવી રહી છે. આ નવા નાળા પર હજુ તો વાહનોની અવરજવર શરૂ જ થઈ છે, ત્યાં જ નાળામાંથી લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. હજી હમણાં જ કરોડોના ખર્ચે બનેલા આ નાળાની આવી બિસ્માર હાલત થઈ જતાં તેની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
TEAM JAGRUT
જાંબુઘોડાના રામપુરા-કરા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા નાળાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર બૂ આવી રહી છે. આ નવા નાળા પર હજુ તો વાહનોની અવરજવર શરૂ જ થઈ છે, ત્યાં જ નાળામાંથી લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. હજી હમણાં જ કરોડોના ખર્ચે બનેલા આ નાળાની આવી બિસ્માર હાલત થઈ જતાં તેની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર શહેરના કસભા જેર રોડ પર વર્ષો જૂનું લીમડાનું એક વિશાળ વૃક્ષ સમય જતાં સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જેનું મોટું થડ આજે પણ ત્યાં ઊભું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ સુકાઈ ગયેલા થડની અંદરથી હવે એક નવું લીલાછમ વૃક્ષ ઉગી નીકળ્યું છે. આ અનોખું દૃશ્ય સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. સુકાઈ ગયેલા લાકડાની વચ્ચે હરિયાળું વૃક્ષ વિકસતું જોઈને લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ અદ્ભુત દૃશ્યને નિહાળવા તેમજ તેના ફોટોગ્રાફ્સ લેવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે વર્ષો જૂના સુકાઈ ગયેલા થડમાંથી ફરી જીવન ફૂટવું એ ખરેખર કુદરતનો અનોખો સંદેશ છે, જે આપણને કુદરતની અદ્ભુત શક્તિ અને પુનર્જીવનની ક્ષમતા વિશે વિચારવાની પ્રેરણા આપે છે.1
- છોટાઉદેપુર આમ આદમી પાર્ટી (AAP) સંગઠનમાં મોટી નિમણૂકો કરવામાં આવી છે. ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમાર રાઠવા અને તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ પક્ષના પ્રભારી વિનુભાઈ રાઠવા સહિતના અન્ય આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.1
- કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.3
- અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું, જેમાં લાખો લોકોએ દર્શન કર્યા હતા. આ મહોત્સવ દરમિયાન નેશન ગુજરાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.1
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ ગામના વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ દરેક વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગામના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે અવરજવર કરવામાં ગામલોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે ગ્રામજનોએ સરપંચ શબ્બીરભાઈ આલમને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી.1
- હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1