logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લીંબડીના શાકમાર્કેટના જાહેર રોડ પર લાકડાનો ઢગલો, વાહનચાલકો અને મહિલાઓ પરેશાન લીંબડીના શાકમાર્કેટના જાહેર રોડ પર લાકડાનો ઢગલો, વાહનચાલકો અને મહિલાઓ પરેશાન જાહેર માર્ગ વચ્ચે લાકડાનો ઢગલો ખડકાતા ટ્રાફિક સમસ્યાને નોતરું, નગરપાલિકા કાર્યવાહી કરે તેવી લોકોની માંગ લીંબડી શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં જાહેર રોડની વચ્ચે લાકડાનો મોટો ઢગલો ખડકાતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજી ખરીદવા આવતા લોકોને પણ આ ઢગલો અડચણરૂપ બની રહ્યો હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર લાકડાનો ઢગલો હોવાને કારણે વાહનચાલકોને રસ્તો પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા વધી છે. ખાસ કરીને શાકમાર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં રસ્તા પર આ પ્રકારનું દબાણ અકસ્માતનું જોખમ પણ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પ્રથમ નજરે જોતા આ લાકડાનો ઢગલો કોઈ દ્વારા જાણીજોઈને જાહેર રસ્તા પર મૂકવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, આ ઢગલો કોણે અને શા માટે મૂક્યો તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. લીંબડી શહેરમાં અગાઉ પણ મુખ્ય માર્ગો અને શાકમાર્કેટ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ તથા રસ્તા પર માલસામાન રાખવાને કારણે ટ્રાફિકની સમસ્યા અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે. હવે સવાલ એ છે કે જાહેર રોડ પર પડેલો આ લાકડાનો ઢગલો ક્યારે દૂર થશે કે પછી જેમનો તેમ પડ્યો રહેશે? સ્થાનિકો દ્વારા લીંબડી નગરપાલિકા અને સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી લાકડાનો ઢગલો દૂર કરાવવા તેમજ જાહેર માર્ગ પર અડચણ ઊભી કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

1 hr ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
1 hr ago
83bfdc59-4e71-4d31-875b-a343affd9d97

લીંબડીના શાકમાર્કેટના જાહેર રોડ પર લાકડાનો ઢગલો, વાહનચાલકો અને મહિલાઓ પરેશાન લીંબડીના શાકમાર્કેટના જાહેર રોડ પર લાકડાનો ઢગલો, વાહનચાલકો અને મહિલાઓ પરેશાન જાહેર માર્ગ વચ્ચે લાકડાનો ઢગલો ખડકાતા ટ્રાફિક સમસ્યાને નોતરું, નગરપાલિકા કાર્યવાહી કરે તેવી લોકોની માંગ લીંબડી શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં જાહેર રોડની વચ્ચે લાકડાનો મોટો ઢગલો ખડકાતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજી ખરીદવા આવતા લોકોને પણ આ ઢગલો અડચણરૂપ બની રહ્યો હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર લાકડાનો

551fa097-2409-4f6c-bef2-4743d5b76b45

ઢગલો હોવાને કારણે વાહનચાલકોને રસ્તો પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા વધી છે. ખાસ કરીને શાકમાર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં રસ્તા પર આ પ્રકારનું દબાણ અકસ્માતનું જોખમ પણ ઊભું કરી શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પ્રથમ નજરે જોતા આ લાકડાનો ઢગલો કોઈ દ્વારા જાણીજોઈને જાહેર રસ્તા પર મૂકવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, આ ઢગલો કોણે અને શા માટે મૂક્યો તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. લીંબડી શહેરમાં

6568f1ff-ddc0-4673-86c5-578d433b6a12

અગાઉ પણ મુખ્ય માર્ગો અને શાકમાર્કેટ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ તથા રસ્તા પર માલસામાન રાખવાને કારણે ટ્રાફિકની સમસ્યા અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે. હવે સવાલ એ છે કે જાહેર રોડ પર પડેલો આ લાકડાનો ઢગલો ક્યારે દૂર થશે કે પછી જેમનો તેમ પડ્યો રહેશે? સ્થાનિકો દ્વારા લીંબડી નગરપાલિકા અને સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી લાકડાનો ઢગલો દૂર કરાવવા તેમજ જાહેર માર્ગ પર અડચણ ઊભી કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો
    1
    લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. ​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ ​ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    1
    ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો.
*ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:*
પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા.
​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ
​
હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા.
​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા.
પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    1
    બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    user_Ajay paraliya
    Ajay paraliya
    Local News Reporter બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ
    1
    બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે  ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા.
પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    1
    રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    1
    ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • લીંબડી શહેરમાં દસ દિવસથી અનેકો વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરમાં દસ દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાલ પાલિકા દ્વારા પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. હવે રીપેરીંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય છે તે જોવું રહ્યું.
    1
    લીંબડી શહેરમાં દસ દિવસથી અનેકો વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો પરેશાન 
લીંબડી શહેરમાં દસ દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન
લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે.
મળતી માહિતી મુજબ, લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાલ પાલિકા દ્વારા પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે.
હવે રીપેરીંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય છે તે જોવું રહ્યું.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ અપડેટ 

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. 

ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી.
પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. 
હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો.  
મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા.
પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. 
મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી
મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો
આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. 
ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી
હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. 
પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. 
ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. 
પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.