સાળંગપુરમાં સૌથી ભવ્ય “શ્રી હનુમાન જન્મ ઉત્સવ” ઉજવાશે સાળંગપુર તા.૩૧ સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણા વાળા)ના માર્ગદર્શનથી “ હનુમાન જન્મ મહોત્સવ ” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે. ગુજરાતમાં સૌથી ભવ્ય હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે, હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિમિત્તે દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે તથા આ દિવસે સાળંગપુરધામ ખાતે હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “ હનુમાન જન્મ મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાયેલ છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી. રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવારે સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એવં હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે. કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે.હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે. સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવારે : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. હનુમાન જન્મ મહોત્સવ તા.:-02 એપ્રિલ 2026, ગુરુવારે મંગળા આરતી, સવારે 05:00 કલાકે,આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે. શણગાર આરતી : સવારે 07:00 કલાકે, કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે. ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ: સવારે 07:30 કલાકે, 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે. 151 કિલો કેકનું કટિંગ સમયે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જે.ના તાલે ઝૂમી ઉઠશે. વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ: 02/04/2026, ગુરુવારે સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે. 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવારે બપોરે 11:00 કલાકે કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે.મહા અન્નક્ષેત્ર બપોરે 10:00 કલાકે, દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે. મહા સંધ્યા આરતી તા.02 એપ્રિલ 2026, ગુરુવારે, સાંજે 07:00 કલાકે, કષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1