Shuru
Apke Nagar Ki App…
Nasim
More news from ગુજરાત and nearby areas
- પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..1
- જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. 🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- લીંબડીમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ના નાદથી ગુંજ્યું શહેર લીંબડી શહેરમાં આજે હનુમાન જયંતિનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર, જે પોતાની ધાર્મિક પરંપરાઓને કારણે ‘છોટા કાશી’ તરીકે ઓળખાય છે, ત્યાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના ગુંજતા નાદો સાથે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. સરોવરિયા હનુમાનજી મંદિર, તેરા હનુમાનજી મંદિર અને સંકટ મોચન હનુમાનજી મંદિર સહિતના તમામ નાના-મોટા મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તોએ દાદાને આંકડાના પાન અને પીપળના પાન પર ‘રામ’ લખેલી મનોહર માળાઓ અર્પણ કરી ભક્તિ વ્યક્ત કરી હતી. સાથે સાથે વિવિધ ફળો, ફૂલો તેમજ પરંપરાગત ગુંદી-ચૂરમાના લાડુ અને શ્રીફળનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાંજ પડતા જ મંદિરોમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદનો લાભ લીધો હતો. આ રીતે લીંબડી શહેરમાં હનુમાન જયંતિનો પર્વ ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયો હતો, જ્યાં સમગ્ર શહેર ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર. કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી. પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.1
- Post by Loksamnanews channel1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- ગઢડા પોલીસે ૨૫ માર્ચે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરી છે દાખલ. ઈજાગ્રસ્તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર.. હુમલાના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી બાબર સમાજે કરી માંગ1
- તારીખ.૦૨/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૭ કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમા શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય.ઉત્પલવર્ણા ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ભગવાન બુદ્ધ ને પૂષ્પ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ફુલહાર અર્પણ કરી ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના બૌદ્ધ સાધુ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન રાહુલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ વિષય ધર્મ અને તેનુ તત્વજ્ઞાન પર પ્રવચન જયંતિભાઈ ચાવડા.અમૃતભાઈ કલીવડા મયુરભાઈ જમોડ મોન્ટુભાઇ માળી બિજલભાઈ પરમાર.હિંમતભાઈ ગોહિલ સહિત તમામ વક્તાઓ દ્વારા વિષય અનુરૂપ પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ ભિક્ખુણી ઉત્પલવર્ણાજી દ્વારા સમ્યક જીવન ની આધારશિલા પર ધમ્મ દેશના આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓ ને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપીને સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ નું સુંદર સંચાલન ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આભારવિધી દિપકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિનોદભાઈ ભાદરકા. હરેશભાઇ પરમાર. બોધિરાજ બૌદ્ધ.મૌલેશભાઈ સોલંકી.ડાયાભાઈ ચાવડા પ્રિતેશભાઈ ચાવડા અલ્પેશભાઈ ખુમાણ રાજેશભાઈ જાદવ મનિષભાઈ પરમાર મુકેશભાઈ ચૌહાણ અમરાભાઈ બથવાર કાળુભાઈ વાજાકિરણભાઈ બથવાર દિનેશભાઈ કાનપરીયા ભાવેશભાઈ પરમાર પ્રકાશભાઈ મકવાણા જગદીશભાઈ ગોહિલ.ભુપતભાઈ ચૌહાણ.સાહિલ વાજા પ્રતિભા બૌદ્ધ નિરમાબેન પરમાર આરતિબેન ભાદરકા લક્ષ્મિબેન બથવાર દીપ્તિબેન પરમાર સહિત ભગવાન બુદ્ધ અને ડૉ.બાબાસાહેબને માનનાર સમાનતાવાદી અને બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે હરેશભાઇ પરમાર વિનોદભાઈ ભાદરકા ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજન નું આયોજન કરેલ સૌ ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવેલ તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પુર્ણિમા નિમિતે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.1