દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા માટે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંમેલનની વ્યવસ્થા, હાજરી, પ્રચાર અને આયોજનના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંમેલનને લઈ આયોજન બેઠક યોજાઈ આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠક દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા માટે તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દાહોદ તાલુકાની બાવકા જિલ્લા પંચાયત સીટના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંમેલનની વ્યવસ્થા, હાજરી, પ્રચાર અને આયોજનના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ યોજાઈ સમીક્ષા બેઠક આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2.50 કલાકે આપેલ માહિતી મુજબ સંબધિત વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૬ ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજુ કરાઈસંયુક્ત સચિવશ્રી દ્વારા માર્ગદર્શન સાથે અપાઈ જરૂરી સુચના. દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષા ધન ધાન્ય કૃષિ યોજના સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સંલગ્ન વિભાગો તરફથી વર્ષ ૨૦૨૬ ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજુ કરવામાં આવી હતી. જેમાં DDM નાબાર્ડ, ડે.ડાય.આત્મા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ફિલ્ડ ઓફિસર GGRC, ડે.ડાય. ઓફ હોર્ટીકલ્ચર, ડે.ડાય. ઓફ એનિમલ હસબન્ડરી, જિલ્લા રજીસ્ટ્રાર, મિનીસ્ટ્રી ઓફ કોઓપરેશન, મિનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ડીપાર્ટમેન્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ડીપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રીસોર્સિંગ તેમજ ફિશરીઝ વિભાગ તરફથી આંકડાકીય માહિતી રજુ કરાઈ હતી. આ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ નો એન્યુઅલ એક્શન પ્લાન પણ રજુ કરવામાં આવ્યો હતો. આ અન્વયે સચિવશ્રી નિરાલાએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકોને યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે અને સાચા લાભાર્થીઓને કે જેઓ યોજનાના સાચા હકદાર છે એઓને ખાસ લાભ મળવો જોઈએ. એ સાથે પ્રાકૃતિક ખેતી કરવા તરફ ખેડૂતો પ્રેરાય તે અગત્યનું છે. સ્થાનિક રોજગારી મળી રહે તે દિશામાં કામગીરી કરી આગળ વધવાનું છે. ૦૦૦1
- છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ-નસવાડી માર્ગ પર સિમેન્ટ ભરેલી ટ્રેલર પલટી જતાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો. ટાયર પંકચર થતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. YouTube Link in comment box1
- સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.1
- અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા. જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006501
- Post by ADVANCED BULLETIN1
- Post by VIJAY VASAVA1
- દાહોદમાં વહીવટદારની આગેવાની અંતર્ગત શહેરના રાજમાર્ગો ઉપર યોજાનારી સ્પેશિયલ મેઘા ડ્રાઈવ અંતર્ગત ચીફ ઓફિસર દાહોદ દ્રારા માહિતી આપવામાં આવી હતી1
- VBG RAMG યોજના હેઠળ ખરોડ સહિત દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં VBG RAMG યોજના હેઠળ વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખરોડ ગામ સહિત જિલ્લાના અનેક ગામોમાં લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે સત્યાપિત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીનો મુખ્ય હેતુ યોજનાના લાભો યોગ્ય અને હકદાર વ્યક્તિઓ સુધી પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓની ઓળખ અને માહિતીની ચકાસણી કરીને રેકોર્ડને અપડેટ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામે ગામ જઈને લાભાર્થીઓનું e-KYC પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રક્રિયા સરળ અને ઝડપી બની રહી છે. આ પહેલથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુ પારદર્શક રીતે લોકો સુધી પહોંચશે અને ગેરરીતિઓને રોકવામાં પણ મદદ મળશે.1
- બોડેલીના જબુગામ ખાતે માહે રમઝાનની 27મી ની સાંજે સમૂહ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિંદુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશ અને દુનિયામાં શાંતિ માટે દુઆઓ કરી. YouTube Link in comment box1