ભારત સરકારના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ યોજાઈ સમીક્ષા બેઠક ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ યોજાઈ સમીક્ષા બેઠક આજે તારીખ 18/03/2026 બુધવારના રોજ બપોરે 2.50 કલાકે આપેલ માહિતી મુજબ સંબધિત વિભાગો દ્વારા વર્ષ ૨૦૨૬ ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજુ કરાઈસંયુક્ત સચિવશ્રી દ્વારા માર્ગદર્શન સાથે અપાઈ જરૂરી સુચના. દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષા ધન ધાન્ય કૃષિ યોજના સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સંલગ્ન વિભાગો તરફથી વર્ષ ૨૦૨૬ ના ફેબ્રુઆરી માસની વિગતો પ્રેઝન્ટેશન થકી રજુ કરવામાં આવી હતી. જેમાં DDM નાબાર્ડ, ડે.ડાય.આત્મા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ફિલ્ડ ઓફિસર GGRC, ડે.ડાય. ઓફ હોર્ટીકલ્ચર, ડે.ડાય. ઓફ એનિમલ હસબન્ડરી, જિલ્લા રજીસ્ટ્રાર, મિનીસ્ટ્રી ઓફ કોઓપરેશન, મિનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ડીપાર્ટમેન્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ડીપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રીસોર્સિંગ તેમજ ફિશરીઝ વિભાગ તરફથી આંકડાકીય માહિતી રજુ કરાઈ હતી. આ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ નો એન્યુઅલ એક્શન પ્લાન પણ રજુ કરવામાં આવ્યો હતો. આ અન્વયે સચિવશ્રી નિરાલાએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકોને યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે અને સાચા લાભાર્થીઓને કે જેઓ યોજનાના સાચા હકદાર છે એઓને ખાસ લાભ મળવો જોઈએ. એ સાથે પ્રાકૃતિક ખેતી કરવા તરફ ખેડૂતો પ્રેરાય તે અગત્યનું છે. સ્થાનિક રોજગારી મળી રહે તે દિશામાં કામગીરી કરી આગળ વધવાનું છે. ૦૦૦

- Post by Limdabara News1
- ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો1
- દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.1
- Khada padi kaya se1
- ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ1
- કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*1
- ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો જેતપુર પાવી: ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા. જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.1
- દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો1