ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.
ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતપાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ 🦅YouTube🦅 https://youtu.be/YZMb-NxCb1Y 🦅Shuru App.🦅 https://shuru.co.in/dl/A6BSQ5 🦅 Follow WA🦅 https://tinyurl.com/3vur253a 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅21 min ago
- છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.1
- ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.1
- દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.1
- કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.3
- છોટાઉદેપુર શહેરના કસભા જેર રોડ પર વર્ષો જૂનું લીમડાનું એક વિશાળ વૃક્ષ સમય જતાં સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જેનું મોટું થડ આજે પણ ત્યાં ઊભું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ સુકાઈ ગયેલા થડની અંદરથી હવે એક નવું લીલાછમ વૃક્ષ ઉગી નીકળ્યું છે. આ અનોખું દૃશ્ય સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. સુકાઈ ગયેલા લાકડાની વચ્ચે હરિયાળું વૃક્ષ વિકસતું જોઈને લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ અદ્ભુત દૃશ્યને નિહાળવા તેમજ તેના ફોટોગ્રાફ્સ લેવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે વર્ષો જૂના સુકાઈ ગયેલા થડમાંથી ફરી જીવન ફૂટવું એ ખરેખર કુદરતનો અનોખો સંદેશ છે, જે આપણને કુદરતની અદ્ભુત શક્તિ અને પુનર્જીવનની ક્ષમતા વિશે વિચારવાની પ્રેરણા આપે છે.1