Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
E Kranti News
છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.1
- ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.1
- છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.1
- છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ધર્મ ગુરુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1
- દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.1
- છોટાઉદેપુર શહેરના કસભા જેર રોડ પર વર્ષો જૂનું લીમડાનું એક વિશાળ વૃક્ષ સમય જતાં સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જેનું મોટું થડ આજે પણ ત્યાં ઊભું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ સુકાઈ ગયેલા થડની અંદરથી હવે એક નવું લીલાછમ વૃક્ષ ઉગી નીકળ્યું છે. આ અનોખું દૃશ્ય સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. સુકાઈ ગયેલા લાકડાની વચ્ચે હરિયાળું વૃક્ષ વિકસતું જોઈને લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ અદ્ભુત દૃશ્યને નિહાળવા તેમજ તેના ફોટોગ્રાફ્સ લેવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે વર્ષો જૂના સુકાઈ ગયેલા થડમાંથી ફરી જીવન ફૂટવું એ ખરેખર કુદરતનો અનોખો સંદેશ છે, જે આપણને કુદરતની અદ્ભુત શક્તિ અને પુનર્જીવનની ક્ષમતા વિશે વિચારવાની પ્રેરણા આપે છે.1