logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.

1 hr ago
user_Pravinbhai Chauhan press
Pravinbhai Chauhan press
Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
1 hr ago

‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ, વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને 16મા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસલક્ષી કામો માટે સરકાર સમક્ષ રજૂઆત વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપવા વિવિધ મહત્વની માંગણીઓ સાથે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરપંચ એસોસિએશને ગ્રામ પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટ સમયસર ફાળવવા તેમજ ગામડાઓમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓના કામોને મંજૂરી આપવા માંગ કરી છે. રજૂઆતમાં 15મા નાણાપંચની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે જરૂરી નાણાંની ફાળવણી તથા અગાઉથી મંજૂર થયેલા કામોની પ્રક્રિયા ઝડપી કરવાની માંગ કરવામાં આવી છે. સરપંચ એસોસિએશન દ્વારા રસ્તા, પેવર બ્લોક, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આંગણવાડી સહિતની પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત ગામડાઓમાં લોકોની જરૂરિયાત મુજબ વિકાસના કામો હાથ ધરવા માટે ગ્રામ પંચાયતોને પૂરતી સત્તા અને નાણાકીય સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં GPDP (Gram Panchayat Development Plan) હેઠળ ગામના વિકાસ માટે તૈયાર કરવામાં આવતા આયોજનને અનુરૂપ કામોને સમયસર મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામો માટે સ્થાનિક સ્તરે માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ પૂરતી ગ્રાન્ટ અને મંજૂરીના અભાવે કેટલાક કામો અટકી રહે છે. જેથી ગ્રામ્ય જનતાને જરૂરી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    1
    ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ, વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને
16મા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસલક્ષી કામો માટે સરકાર સમક્ષ રજૂઆત
વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપવા વિવિધ મહત્વની માંગણીઓ સાથે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરપંચ એસોસિએશને ગ્રામ પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટ સમયસર ફાળવવા તેમજ ગામડાઓમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓના કામોને મંજૂરી આપવા માંગ કરી છે.
રજૂઆતમાં 15મા નાણાપંચની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે જરૂરી નાણાંની ફાળવણી તથા અગાઉથી મંજૂર થયેલા કામોની પ્રક્રિયા ઝડપી કરવાની માંગ કરવામાં આવી છે.
સરપંચ એસોસિએશન દ્વારા રસ્તા, પેવર બ્લોક, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આંગણવાડી સહિતની પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત ગામડાઓમાં લોકોની જરૂરિયાત મુજબ વિકાસના કામો હાથ ધરવા માટે ગ્રામ પંચાયતોને પૂરતી સત્તા અને નાણાકીય સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે.
રજૂઆતમાં GPDP (Gram Panchayat Development Plan) હેઠળ ગામના વિકાસ માટે તૈયાર કરવામાં આવતા આયોજનને અનુરૂપ કામોને સમયસર મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે.
એસોસિએશનનું કહેવું છે કે ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામો માટે સ્થાનિક સ્તરે માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ પૂરતી ગ્રાન્ટ અને મંજૂરીના અભાવે કેટલાક કામો અટકી રહે છે. જેથી ગ્રામ્ય જનતાને જરૂરી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • વાવ-થરાદના સરપંચોની મુખ્યમંત્રીને મોટી રજૂઆત: 16મા નાણાં પંચની ગ્રાન્ટમાં 20% મર્યાદા દૂર કરી ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવાની માંગ! વાવ-થરાદના સરપંચોની મુખ્યમંત્રીને મોટી રજૂઆત: 16મા નાણાં પંચની ગ્રાન્ટમાં 20% મર્યાદા દૂર કરી ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવાની માંગ!
    1
    વાવ-થરાદના સરપંચોની મુખ્યમંત્રીને મોટી રજૂઆત: 16મા નાણાં પંચની ગ્રાન્ટમાં 20% મર્યાદા દૂર કરી ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવાની માંગ!
વાવ-થરાદના સરપંચોની મુખ્યમંત્રીને મોટી રજૂઆત: 16મા નાણાં પંચની ગ્રાન્ટમાં 20% મર્યાદા દૂર કરી ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવાની માંગ!
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    1
    પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ

પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી. ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    4
    ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ
ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી.
ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • ગુજ્જુ લવગુરૂ (ચંદનસિહ રાઠોડના) દીકરા ચિરાગની શિક્ષણની જવાબદારી એજ આપ ના સૌની જવાબદારી ગેનીબેન ઠાકોર નુ નિવેદન
    1
    ગુજ્જુ લવગુરૂ (ચંદનસિહ રાઠોડના) દીકરા ચિરાગની શિક્ષણની જવાબદારી એજ આપ ના સૌની જવાબદારી ગેનીબેન ઠાકોર નુ નિવેદન
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન* *સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું* *‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન* રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન
*સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન*
*સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું*
*‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન*
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
    1
    રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    17 hrs ago
  • મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી
    1
    મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી 
મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી
    user_AJITJI Thakor
    AJITJI Thakor
    Chef ચાણસ્મા, પાટણ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.