Shuru
Apke Nagar Ki App…
રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
More news from ગુજરાત and nearby areas
- પીપળી ગામમાં અંબાજી જતા પદયાત્રિકોને 15 વર્ષથી સેવા કેમ્પ1
- ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી. ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- વૌવા ગામે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત “મતિરા મેળો” યોજાશે સાંતલપુર તાલુકાના વૌવા ગામે આજે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત મેળો ભરાશે. લોકવાયકા મુજબ વૌવા ગામે ભરાતા આ મેળાને વર્ષોથી “મતિરા મેળા” તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આ પરંપરા ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા સાથે જળવાઈ રહી છે. આઠમના દિવસે વૌવા ગામ તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રવેચી માતાજીના દર્શનાર્થે પહોંચશે. ભક્તો માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લેશે. નાના બાળકો, યુવાનો અને વડીલોની ઉપસ્થિતિથી મેળામાં અનેરો ઉત્સાહ જોવા મળશે. મેળા દરમિયાન ભક્તો અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ પ્રકારના ઝઘડા કે અશાંતિની સ્થિતિ ઊભી ન થાય તે માટે વૌવા યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનને અરજી પત્ર આપી જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવા રજૂઆત કરવામાં આવી છે. વૌવા યુવક મંડળ દ્વારા ગ્રામજનો અને મેળામાં આવતા તમામ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે મેળાની ઉજવણી કરવા, એકબીજાને સહકાર આપવા અને પોલીસ તથા આયોજકોની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રવેચી માતાજીના મેળા થકી વર્ષો જૂની લોકપરંપરા અને ધાર્મિક આસ્થા આજે પણ જીવંત જોવા મળી રહી છે. ભક્તોની શ્રદ્ધા, ગ્રામજનોનો સહકાર અને યુવક મંડળની વ્યવસ્થાથી વૌવા ગામનો પરંપરાગત મેળો આસ્થાનું કેન્દ્ર બનશે. વૌવા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો રિપોર્ટર – બલદેવ મકવાણા4
- વાવ થરાદ જિલ્લા ના રાહ તાલુકાના કેશર ગામમાં એક જ જુથ વચ્ચે ધિગાણુ એક મહીલાને ગડદાપાટુનો માર માર્યો અને ભુડી ગાળો બોલી પાંચ હજાર ની લુટ કર્યા નો આક્ષેપ અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.1
- ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ1
- મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી1