Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરમાં આજે બપોરે 12 વાગ્યા પછી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવશે. શહેરના અમુક વિસ્તારોમાં આ સેવાઓ બંધ રહેશે.
Anil Tumda
સુરત શહેરમાં આજે બપોરે 12 વાગ્યા પછી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવશે. શહેરના અમુક વિસ્તારોમાં આ સેવાઓ બંધ રહેશે.
More news from ગુજરાત and nearby areas
- બલેશ્વર ગામમાં આવેલી અવધ સંગ્રીલા સોસાયટીમાં ફરી એકવાર મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂ. 4.75 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાથી સ્થાનિક રહિશોમાં ભારે ચિંતા વ્યાપી છે. પોલીસ ફરિયાદ મુજબ, સોસાયટીના નિવાસી અને વેપારી જશવંતલાલ સાહબ પાંડે (ઉંમર 48) તેમના ઘર નંબર 195ને 19 એપ્રિલ, 2026ના રોજ સવારે 10:30 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા દરમિયાન બંધ રાખીને બહાર ગયા હતા. આ સમયગાળા દરમિયાન, કોઈ અજાણ્યો ચોર તેમના ઘરમાં ઘુસીને આશરે રૂ. 4,75,000ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયો હતો. આ બનાવ અંગે જશવંતલાલ પાંડેએ 30 મેના રોજ સાંજે 7:15 વાગ્યે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, અવધ સંગ્રીલા સોસાયટીમાં અગાઉ અંદાજે રૂ. 25 લાખની ચોરી થઈ હતી, જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. આ સંજોગોમાં ફરી એકવાર આટલી મોટી રોકડ ચોરી થતાં સોસાયટીના રહિશોમાં CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને તેમની ચિંતામાં વધારો થયો છે. આ ચોરીની ઘટના અંગે પલસાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ ગતિવિધિઓ અને અન્ય તકનિકી પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.1
- એસીબીએ ટી.એ. (TA) અને એલ.ટી.સી. (LTC) બિલ પાસ કરાવવાના મામલે કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં એક મહિલા ક્લાર્કના પુત્રને ₹30,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો. લાંચ લેતા પકડાતા પુત્રની સાથે, તે મહિલા ક્લાર્ક (માતા)ની પણ ધરપકડ કરવામાં આવી છે.1
- सूरत GRP की बड़ी कामयाबी: 45 लाख का सोना और 67 मोबाइल बरामद, 56.99 लाख का मुद्दामाल लौटाया सूरत GRP की बड़ी कामयाबी: 45 लाख का सोना और 67 मोबाइल बरामद, 56.99 लाख का मुद्दामाल लौटाया1
- સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.1
- સુરતમાં એજ્યુકેશન માફિયા પાર્થ કટારિયાનો વધુ એક શિકાર સામે આવ્યો છે. પાર્થ કટારિયાએ એક પ્રિન્સિપાલ સાથે સ્કૂલ વેચવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.1
- કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.1