Shuru
Apke Nagar Ki App…
વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું વડાલી કંપા વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. શ્વાનને કોઈ ઇજા પહોંચી નહોતી અને સ્થાનિકોએ ટીમની આ કામગીરીની પ્રશંસા કરી હતી.
ખબર વડાલી
વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું વડાલી કંપા વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. શ્વાનને કોઈ ઇજા પહોંચી નહોતી અને સ્થાનિકોએ ટીમની આ કામગીરીની પ્રશંસા કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું વડાલી કંપા વિસ્તારમાં ખેતરના ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનને વડાલી શહેર ની ભગીરથ જીવદયા ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. શ્વાનને કોઈ ઇજા પહોંચી નહોતી અને સ્થાનિકોએ ટીમની આ કામગીરીની પ્રશંસા કરી હતી.1
- પ્રધાનમંત્રીએ દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા નાગરિકોને અપીલ કરી છે. તેમણે વિદેશી મુદ્રા બચાવવા, વિદેશ પ્રવાસ ઘટાડવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી છે.1
- વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.1
- પાલનપુર તાલુકાનું ચડોતર ગામ, ખેતરનો સેઢો. ઘટના: એક નવજાત બાળકી જીવિત હાલતમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. શોધ: ખેતરેથી પરત ફરી રહેલા એક ખેડૂતે બાળકીને રડતી જોઈ અને તરત જ ગામના લોકોને તથા પોલીસને જાણ કરી. મધર્સ ડેનો સંયોગ: આ ઘટના ૧૦ મે, ૨૦૨૬ના રોજ બની હતી, જે દિવસે સમગ્ર વિશ્વ 'મધર્સ ડે' ની ઉજવણી કરી રહ્યું હતું.1
- પાલનપુર શહેરના બસુ ગામમાં અને જગાણા ગામના ખેતર માં રીંછ દેખાયું 👍🏻1
- બનાસકાંઠા પોલીસ lcb દ્વારા રાજસ્થાન રાજય ર્નિમિત ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૩૬૦ કીમત રૂ.૫,૬૮,૬૫૭/- મળી કુલ રૂ.૨૦, ૭૮,૬૫૭/- ના મુદામાલ કબજે લેવામાં આવેલ, અને પકડાયેલ આરોપી દ્રારા ફોર્ચ્યુનર ગાડીના સાચા નંબરની જગ્યાએ બનાવટી નંબરની નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોય, પકડાયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઇસમો તથા બનાવટી નંબર પ્લેટ સબંધે પ્રોહીબીશન તથા ભારતીય ન્યાય સંહીતાની અલગ અલગ કલમો હેઠળ પાંથાવાડા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડાવાળા ગામની ઘટના, બે ના મોત સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડાવાળા ગામની ઘટના... ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનને ટ્રેક્ટર અડી જતા બની ધટના... વીજ લાઈનો ખેતરમાં જુકી ગઈ હોવા છતાં યુજીવીસીએલએ રીપેરીંગની તસદી ના લીધી... ટ્રેક્ટરના ટ્રેલરમાં બેસેલા બે લોકોને કરંટ લાગતા મોત... સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા... હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે... યુજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સના નામે લાખોનું આંધણ થતા વીજ વાયરો જેમના તેમ.... એક સાથે ભાઈ બહેનના મોતને પગલે પરિવારમાં આક્રંદ... ગ્રામજનો સહિત પરિવારજનોએ યુજીવીસીએલ સામે ઠાલવ્યો રોષ...1