દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
- મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1
- દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અનેક પ્રયાસો બાદ પક્ષીઓને કાયમી અને સુરક્ષિત આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ જીવદયા કાર્ય સાકાર થયું છે. આ બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું નિર્માણ સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને તેમના 80મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. પક્ષીઓને સુરક્ષિત આશ્રય ઉપરાંત નિયમિત દાણા અને આહાર મળી રહે તેવા હેતુથી તેમના પરિવારજનો દ્વારા આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવી બાપુરાજ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેવાકાર્યના પ્રેરણાસ્ત્રોત અને આયોજનમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોની અને ડો. ચાર્મી સોનીનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક મંડળો, સંસ્થાઓ, નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, પત્રકારો તેમજ જીવદયા અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ પક્ષીઓ માટે કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત જીવદયા પ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને નગરજનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બર્ડ રેસિડન્સ અને ચબૂતરાના નિર્માણથી પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળવાની સાથે જીવદયા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે.1
- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ કરોડો દિવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવીએ - શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા --- *આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવા થી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ* *- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*1
- શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.4
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1