સંતરામપુરમાં મહાવીર જયંતી નિમિતે સંતરામપુર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું.. તારીખ: 30 માર્ચ 2026 સંતરામપુર નગરમાં સંતરામપુર જૈન સમાજ દ્વારા મહાવીર જયંતી તેમજ મહાવીર ભગવાનના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારના સમયે નગર પ્રભાત ફેરી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ જૈન મંદિરમાં મહાવીર ભગવાનની પૂજા, અભિષેક તથા પારણું જુલાવાની ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સાંજના સમયે ચાંદીના રથમાં મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા રાજકમલ બેન્ડ સાથે અને આકર્ષક ઝાંખીઓ સાથે સંતરામપુર જૈન મંદિરથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી. આ યાત્રા 1008 નેમિનાથ પગલાજી ખાતે સેવા-પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંમતી મહિલા મંડળ દ્વારા નાના બાળકોના મહાવીર જન્મોત્સવ આધારિત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને જૈન સમાજ ના લોકોએ ખૂબ વખાણ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંતરામપુર જૈન સમાજ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંતરામપુર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ માટે સંતરામપુર જૈન સમાજે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
સંતરામપુરમાં મહાવીર જયંતી નિમિતે સંતરામપુર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું.. તારીખ: 30 માર્ચ 2026 સંતરામપુર નગરમાં સંતરામપુર જૈન સમાજ દ્વારા મહાવીર જયંતી તેમજ મહાવીર ભગવાનના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારના સમયે નગર પ્રભાત ફેરી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ જૈન મંદિરમાં મહાવીર ભગવાનની પૂજા, અભિષેક તથા પારણું જુલાવાની ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સાંજના સમયે ચાંદીના રથમાં મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા રાજકમલ બેન્ડ સાથે અને આકર્ષક ઝાંખીઓ સાથે સંતરામપુર જૈન મંદિરથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી. આ યાત્રા 1008 નેમિનાથ પગલાજી ખાતે સેવા-પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંમતી મહિલા મંડળ દ્વારા નાના બાળકોના મહાવીર જન્મોત્સવ આધારિત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને જૈન સમાજ ના લોકોએ ખૂબ વખાણ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંતરામપુર જૈન સમાજ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંતરામપુર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ માટે સંતરામપુર જૈન સમાજે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- દાહોદમાં આજે વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબનું આગમન થતા દીદાર કરવા માટે સમાજનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા પંંચેલા ખાતે ત.ક મંત્રીશ્રી ના દફતરની apendix-A મુજબ તપાસણી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી દેવગઢ બારીયા દ્વારા પંચેલા ગામ ખાતે તલાટી કમ મંત્રીશ્રીના દફતરની Appendix-A મુજબ તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ નોંધપોથી, રજીસ્ટર અને સરકારી દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી. દફતર વ્યવસ્થાપન અને રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દફતર અધ્યતન રાખવાની બાબતે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ તલાટીશ્રીને તમામ નોંધપોથી સમયસર સુધારવા, જરૂરી એન્ટ્રીઓ નિયમિત કરવા તેમજ દસ્તાવેજોની યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે દફતરની કામગીરી વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.1
- રખડતા ઢોર અને કૂતરાઓના વધતા ત્રાસ મુદ્દે દાહોદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા અને શાસકો સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી જનતા પરેશાન છે. પ્રાંત કચેરીએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને તંત્રને ચીમકી આપવામાં આવી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 🎙️ બાઈટ: હર્ષદ નિનામા (પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ) 👉 આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે પેજને ફોલો કરો1
- DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- હાલોલ તાલુકાના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી આકાશ જાવરે ઝારખંડની યુવતી રંજીતા સાથે લગ્ન કરીને છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કા ગામે ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ રહેતો હતો. આકાશ નજીકની ફ્રુટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.પત્ની રંજીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આકાશને નશાની લત લાગી ગઈ હતી અને પાનેલાવ ગામે રહેતી એક મહિલા સાથે તેના સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. શનિવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આકાશે પત્ની પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાના અનુસંધાનમાં શનિવારે રાત્રે ઝઘડા બાદ રંજીતા ઘર બંધ કરીને સૂઈ ગઈ હતી અને આકાશ ક્યાં ગયો તેની તેને ખબર નહોતી. આજે સવારે આકાશ ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા આકાશે પોતાના ગળા અને ડાબા હાથ પર બ્લેડથી ઘા મારી લીધા હતા.ઘટનાને પગલે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.1
- તારીખ: 29/03/2026 *દૂધના રિપોર્ટ મુદ્દે યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ ખોલી સરકારની પોલ* *દૂધનો રિપોર્ટ એક “ભરમાવો ભટકાવો” અહેવાલ: યુવરાજસિંહ જાડેજા* *સરકારના 11,684 દૂધના સેમ્પલનો રિપોર્ટ માત્ર શબ્દોની માયાજાળ: યુવરાજસિંહ જાડેજા* *મોટાભાગનું દૂધ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહતું, તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે: યુવરાજસિંહ જાડેજા* *જ્યાં રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું: યુવરાજસિંહ જાડેજા* *સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધ માફિયાઓને છૂટો દોર મળશે: યુવરાજસિંહ જાડેજા* *અમદાવાદ/ગુજરાત* આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં કોઈ કેમિકલ નથી. હમણાં થોડા દિવસ પહેલા પ્રાંતિજ ખાતે જે રેડ પડી અને ગીર સોમનાથ ખાતે જે રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું. છતાં પણ ગુજરાત સરકાર માનવા તૈયાર નથી કે દૂધમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે એટલે ક્યાંકને ક્યાંક છટકબારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ બોટાદમાં જે દારૂનો કાંડ થયો હતો ત્યારે સરકારે કહ્યું હતું કે આ દારૂ નથી પરંતુ આ તો કેમિકલ છે, તો ત્યારે પણ શબ્દોની માયાજાળ રચવામાં આવી હતી અને એ કાંડને કેમિકલ કાંડ કહેવામાં આવ્યો અને “કેમિકલ પીવડાવીને મારી નાખવામાં આવ્યા” એ પ્રકારના સ્ટેટમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવ્યા. અત્યારે પણ ગુજરાત સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. અમારી સરકારને અપીલ છે કે આ “ભરમાવો ભટકવો”ની રાજનીતિ બંધ કરવામાં આવે અને વાસ્તવિકતા સ્વીકારવામાં આવે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં થઈ રહ્યા છે, તે બંધ થાય. જે પણ લોકો દૂધને અખાદ્ય બનાવી રહ્યા છે અને દૂધમાં કેમિકલ નાખી રહ્યા છે એ લોકો માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરો અને એક મોટો દાખલો બેસે એ રીતની એમના પર કાર્યવાહી કરવામાં આવે. સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધના માફિયાઓને છૂટો દોર મળશે, ગુજરાત રાજ્યના લોકોના આરોગ્ય સાથે થઈ રહેલ ચેડાંમાં પણ હવે તમે ભાગીદાર થઈ રહ્યા છો એટલે તમે ભાગબટાઈનો હવે હિસ્સો ન બનો એવી અપીલ છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- SBMG હેઠળ સીગવડ તાલુકાના પહાડ ગામ ખાતે નવી ડમ્પીંગ સાઇટ માટે ખાડાની કામગીરી કરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર SBMG યોજના હેઠળ સીગવડ તાલુકાના પહાડ ગામ ખાતે નવી ડમ્પિંગ સાઇટ માટે ખાડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. નવી ડમ્પિંગ સાઇટ માટે ખાડો તૈયાર થવાથી ગામમાં એકત્રિત થતો કચરો યોગ્ય રીતે નિકાલ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ થશે. આ કામગીરીથી આસપાસના વિસ્તારમાં ગંદકીમાં ઘટાડો થશે અને પર્યાવરણ તેમજ જાહેર આરોગ્ય પર સકારાત્મક અસર પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.1