*અરવલ્લી ના મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર અપાયું પેટ્રોલિંગ અને વિશેષ ટીમો બનાવવા માંગ મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 9638500650
*અરવલ્લી ના મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર અપાયું પેટ્રોલિંગ અને વિશેષ ટીમો બનાવવા માંગ મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ
મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ
ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 9638500650
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- Post by Nareandrasinh Rathod1
- પ્રાથમિક શિક્ષણ પ્રાયમરી ટીચર્સ ઓપ ઓપરેટિવ મંડળીની ચૂંટણી નું પરિણામ જાહેર કરાયું ખેડબ્રહ્મા તાલુકા પ્રા. ટીચર્સ કો.ઓ.કે.સો.ની ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ મોડી રાતે ગણતરી બાદ જાહેર કરવા મા આવ્યુ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની કો.ઓ.ક્રેડિટ સોસાયટીની કારોબારીની ચૂંટણી 28 માર્ચના રોજ શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેનું મતદાન બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેમાં ચાર બુથમા મતદાન કરવમાં આવ્યું હતું 3 મહિલાઓ સહિત 13 ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દીનેશકુમાર ડી પટેલ, મદદનીશ ચૂંટની અધિકારી મુકેશભાઈ ચૌહાણ સહિત અમીતભાઈ પટેલ ઘ્વારા પૂર્ણ કરવામાં આવી હતી રવિવાર ના રોજ સવારે મત ગણતરી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે ગણતરી મોડી રાત સુધી ચાલી હતી જેનુ પરિણામ મોડી રાતે ગણતરી બાદ જાહેર કરવા મા આવ્યુ જેમો ચૂંટાયેલા ઉમેદવારોની જાહેર કરવામાં આવ્યા હતા જે આ પ્રમાણે પિયુષકુમાર ધીરુભાઈ ચૌધરી 870 મત હેમંતકુમાર ગાભાભાઇ પરમાર 816 મત ચિરાગભાઈ જેસીંગભાઇ પટેલ 751 મત સુરેશકુમાર રામજીભાઈ પટેલ 707 મત હેમાંશુ કુમાર કાંતિલાલ પટેલ 690 નિતીન કુમાર ડાયાલાલ પટેલ 684 ગીરીશકુમાર પોપટલાલ પટેલ 635 અલયકુમાર અજીતભાઈ સોલંકી 574 મત તૃષાલ કુમાર રમેશભાઈ પટેલ 574 મત નટવરભાઈ માધાભાઈ પરમાર 571 મત દિલીપકુમાર ચીમનલાલ પટેલ 571 મત ગીતાબેન રમણભાઈ પ્રજાપતિ 505 પ્રશાંતભાઈ અમૃતભાઈ પટેલ 4961
- તારીખ: 29/03/2026 *દૂધના રિપોર્ટ મુદ્દે યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ ખોલી સરકારની પોલ* *દૂધનો રિપોર્ટ એક “ભરમાવો ભટકાવો” અહેવાલ: યુવરાજસિંહ જાડેજા* *સરકારના 11,684 દૂધના સેમ્પલનો રિપોર્ટ માત્ર શબ્દોની માયાજાળ: યુવરાજસિંહ જાડેજા* *મોટાભાગનું દૂધ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહતું, તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે: યુવરાજસિંહ જાડેજા* *જ્યાં રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું: યુવરાજસિંહ જાડેજા* *સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધ માફિયાઓને છૂટો દોર મળશે: યુવરાજસિંહ જાડેજા* *અમદાવાદ/ગુજરાત* આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં કોઈ કેમિકલ નથી. હમણાં થોડા દિવસ પહેલા પ્રાંતિજ ખાતે જે રેડ પડી અને ગીર સોમનાથ ખાતે જે રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું. છતાં પણ ગુજરાત સરકાર માનવા તૈયાર નથી કે દૂધમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે એટલે ક્યાંકને ક્યાંક છટકબારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ બોટાદમાં જે દારૂનો કાંડ થયો હતો ત્યારે સરકારે કહ્યું હતું કે આ દારૂ નથી પરંતુ આ તો કેમિકલ છે, તો ત્યારે પણ શબ્દોની માયાજાળ રચવામાં આવી હતી અને એ કાંડને કેમિકલ કાંડ કહેવામાં આવ્યો અને “કેમિકલ પીવડાવીને મારી નાખવામાં આવ્યા” એ પ્રકારના સ્ટેટમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવ્યા. અત્યારે પણ ગુજરાત સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. અમારી સરકારને અપીલ છે કે આ “ભરમાવો ભટકવો”ની રાજનીતિ બંધ કરવામાં આવે અને વાસ્તવિકતા સ્વીકારવામાં આવે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં થઈ રહ્યા છે, તે બંધ થાય. જે પણ લોકો દૂધને અખાદ્ય બનાવી રહ્યા છે અને દૂધમાં કેમિકલ નાખી રહ્યા છે એ લોકો માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરો અને એક મોટો દાખલો બેસે એ રીતની એમના પર કાર્યવાહી કરવામાં આવે. સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધના માફિયાઓને છૂટો દોર મળશે, ગુજરાત રાજ્યના લોકોના આરોગ્ય સાથે થઈ રહેલ ચેડાંમાં પણ હવે તમે ભાગીદાર થઈ રહ્યા છો એટલે તમે ભાગબટાઈનો હવે હિસ્સો ન બનો એવી અપીલ છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- Post by Safik Khan1
- Post by ARUN KUMAR VERMA2
- ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર – આરાસુરી અંબાજી ધામ ભક્તિ, શક્તિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર ગણાતું આરાસુરી અંબાજી ધામ ચૈત્ર સુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તિમય બની ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી માતાના દર્શન માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. આજ રોજ અંબાઘાટા ગામે વિવિધ જગ્યાઓથી આવતાં પગપાળા સંઘોનું આગમન થયું હતું. સંઘોના આગમન સાથે સમગ્ર અંબાઘાટા ગામ “જય અંબે” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો દ્વારા માતાજીના ભજન-કીર્તન અને જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006504