Shuru
Apke Nagar Ki App…
चमनपुरा स्थिति गांधी सोसायटी में गटर के गघे पानी से परेशान प्रषासन द्वारा कोई कार्यवाही नहीं
ARUN KUMAR VERMA
चमनपुरा स्थिति गांधी सोसायटी में गटर के गघे पानी से परेशान प्रषासन द्वारा कोई कार्यवाही नहीं
- રાજુ. mevaehiઅસારવા, અમદાવાદ, ગુજરાત😤9 hrs ago
More news from ગુજરાત and nearby areas
- Post by Safik Khan1
- Post by ARUN KUMAR VERMA2
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- તારીખ: 29/03/2026 *દૂધના રિપોર્ટ મુદ્દે યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ ખોલી સરકારની પોલ* *દૂધનો રિપોર્ટ એક “ભરમાવો ભટકાવો” અહેવાલ: યુવરાજસિંહ જાડેજા* *સરકારના 11,684 દૂધના સેમ્પલનો રિપોર્ટ માત્ર શબ્દોની માયાજાળ: યુવરાજસિંહ જાડેજા* *મોટાભાગનું દૂધ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહતું, તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે: યુવરાજસિંહ જાડેજા* *જ્યાં રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું: યુવરાજસિંહ જાડેજા* *સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધ માફિયાઓને છૂટો દોર મળશે: યુવરાજસિંહ જાડેજા* *અમદાવાદ/ગુજરાત* આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં કોઈ કેમિકલ નથી. હમણાં થોડા દિવસ પહેલા પ્રાંતિજ ખાતે જે રેડ પડી અને ગીર સોમનાથ ખાતે જે રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું. છતાં પણ ગુજરાત સરકાર માનવા તૈયાર નથી કે દૂધમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે એટલે ક્યાંકને ક્યાંક છટકબારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ બોટાદમાં જે દારૂનો કાંડ થયો હતો ત્યારે સરકારે કહ્યું હતું કે આ દારૂ નથી પરંતુ આ તો કેમિકલ છે, તો ત્યારે પણ શબ્દોની માયાજાળ રચવામાં આવી હતી અને એ કાંડને કેમિકલ કાંડ કહેવામાં આવ્યો અને “કેમિકલ પીવડાવીને મારી નાખવામાં આવ્યા” એ પ્રકારના સ્ટેટમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવ્યા. અત્યારે પણ ગુજરાત સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. અમારી સરકારને અપીલ છે કે આ “ભરમાવો ભટકવો”ની રાજનીતિ બંધ કરવામાં આવે અને વાસ્તવિકતા સ્વીકારવામાં આવે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં થઈ રહ્યા છે, તે બંધ થાય. જે પણ લોકો દૂધને અખાદ્ય બનાવી રહ્યા છે અને દૂધમાં કેમિકલ નાખી રહ્યા છે એ લોકો માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરો અને એક મોટો દાખલો બેસે એ રીતની એમના પર કાર્યવાહી કરવામાં આવે. સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધના માફિયાઓને છૂટો દોર મળશે, ગુજરાત રાજ્યના લોકોના આરોગ્ય સાથે થઈ રહેલ ચેડાંમાં પણ હવે તમે ભાગીદાર થઈ રહ્યા છો એટલે તમે ભાગબટાઈનો હવે હિસ્સો ન બનો એવી અપીલ છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. “વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા. લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- છીપડી તાબે પાનકોર નાકા માં તા.શક્તિ માતાજી નો આઠમો પાટોત્સવ અને સમૂહ બાળાવાર યોજવામાં આવ્યો હતો તેમાં પાનકોરનાકા તેમજ છીપડી આજુબાજુ નાં સામાજિક, રાજકીય નેતાઓ તાલુકા પંચાયત સદસ્યો,છીપડી ગ્રામપંચાયત સદસ્યો તમામ ભાવિક સેવાભાવી ભક્તો એ માઁ શક્તિ નાં દર્શન અને પ્રસાદી નો લાભ લીધો હતો આ પાવન પ્રસંગે છીપડી આજુબાજુ ગામના ભાવિક ભક્તો એ દર્શન અને પ્રસાદી નો લાભ લીધો હતો આ પાવન પ્રસંગ ને શોભાવવા માટે પાનકોરનાકાનાં ઉત્સાહી યુવકો એ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને મંગલમય રીતે સેવા આપી દીપાવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ2