સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વિકાસ મુદ્દે ગામજનો ની મોટી સંખ્યામાં ભેગા થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી; “વિકાસ નહીં તો વોટ નહીં”: સંતરામપુરના ગોઠીબમાં ગ્રામજનોનો રોષ- મુખ્યમંત્રીના આગમન પહેલા ગોઠીબમાં વિકાસ મુદ્દે ઉગ્ર વિરોધ.. સંતરામપુર, તા.18 એપ્રિલ 2026 સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામ વિસ્તારમાં વિકાસના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોઠીબ ગામના લોકોએ વિકાસના અભાવે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગામમાં ઉચ્ચારી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે “ અમારા ગામમાં વિકાસ નહીં તો વોટ નહીં”. ગ્રામજનોના સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, સંતરામપુર તાલુકાના ગોઠીબ જિલ્લા પંચાયત સીટ હેઠળ વિકાસના કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે. અને સરકાર દ્વારા આપવામાં આવતી કરોડોની ગ્રાન્ટોનો વપરાશ સ્થળ પર થયા વગર કાગળો પર જ પૂર્ણ બતાવી દેવામાં આવ્યો હોવાનું લોકોના આક્ષેપ છે. ગ્રામજનોનો દાવો છે કે સંબંધિત તંત્ર દ્વારા મિલીભગતથી ખોટા ફોટાઓ ઓનલાઇન અપલોડ કરી વિકાસના કામો પૂર્ણ થયેલા બતાવવામાં આવ્યા છે, જ્યારે હકીકતમાં સ્થળ પર કોઈ નોંધપાત્ર કામ થયું જ નથી. આથી ગામના વિકાસ માટે ફાળવાયેલા નાણાંનો દુરુપયોગ થયો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. અને આવતા સોમવારે મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર માટે સંતરામપુર આવવાના હોવાથી ગામજનો આ મુદ્દે પોતાનો વિરોધ વધુ તેજ કરવાની તૈયારીમાં છે. ગ્રામજનોની માંગ છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રિપોર્ટર: સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”1
- Post by Salman moravala1
- દાહોદ LCB પોલીસ દ્વારા રળીયાતી ગામેથી જુગાર રમતા 2 વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 18/04/2026 શનિવારના રોજ સાંજે 5.45 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ LCB પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જુગાર સ્થળ પર રેડ કરવામાં આવી. જે આધારે જુગારના સાધનો અને રોકડા રૂપિયા સાથે 2 મહિલાઓને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- ##@hosakta hai ese#@????1
- મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.1
- કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે આજે ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણમાં **‘પંચ કુંડી ગાયત્રી યજ્ઞ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા સંકુલમાં યોજાયેલા આ યજ્ઞમાં મંડળ સંચાલિત બંને શાળાઓના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ, માજી સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વાતાવરણમાં હકારાત્મકતા લાવવાનો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો હતો આ અવસરે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સામાજિક સમરસતાના દર્શન પણ થયા હતા. શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ હોંશે હોંશે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે:યજ્ઞ દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે.આવા આયોજનોથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે અને શૈક્ષણિક કાર્યમાં પણ એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.હકારાત્મક ઊર્જાથી સંસ્થા અને તેની સાથે જોડાયેલા તમામ લોકોની પ્રગતિ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવાર અને કેળવણી પ્રચારક મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું. પવિત્ર આહુતિઓ સાથે સંપન્ન થયેલા આ યજ્ઞથી સમગ્ર પંથકમાં આનંદ અને શાંતિની લહેર પ્રસરી છે.1
- હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર 18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- દાહોદ જિલ્લામાં ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ, SP રવિરાજસિંહ જાડેજા દ્વારા ફતેપુરાની મુલાકાત કરાઈ આજે તારીખ 18/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આવનારી ચૂંટણીઓ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) રવિરાજસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સ્વયં સંભાળી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન SP જાડેજાએ ફતેપુરા વિસ્તારના અતિ સંવેદનશીલ મતદાન મથકોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું, જેમાં સલરા પ્રાથમિક શાળા અને વાંગડ ખાતેના બૂથોનો સમાવેશ થાય છે. તેમણે ટેકનિકલ સુરક્ષા વ્યવસ્થા, CCTV કેમેરાની ગોઠવણી, સુરક્ષા જવાનોની તૈનાતી તેમજ ઉપલબ્ધ સાધન-સામગ્રીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. નિરીક્ષણ સાથે SP જાડેજાએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ પણ કર્યો અને ગ્રામજનોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે વિશ્વાસ અપાવ્યો કે પોલીસ તંત્ર દરેક મતદારોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ મુલાકાત દરમિયાન DYSP ડી.આર. પટેલ, ફતેપુરા પોલીસ સ્ટેશનના PI પી.એ. જાડેજા અને PSI જે.કે. રાઠોડ સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. SPએ અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખવા, અસામાજિક તત્વો પર કડક નજર રાખવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડાની આ સક્રિયતા દર્શાવે છે કે દાહોદ વહીવટીતંત્ર ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.1