logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાનો કૂદકો — બે કલાકની શોધખોળ બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો થરાદ શહેર નજીક ઢીમા પુલ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ કૂદકો માર્યાની માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા કેનાલમાં લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવતા ફાયર ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પરિવારજનો તથા થરાદ પોલીસને સોંપ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી મુજબ મહિલા ગઇ રાત્રે આશરે સવા સાત વાગ્યાના સમયે કેનાલમાં પડ્યાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાની ઓળખ વિમળાબેન હિતેશભાઈ ઠાકોર (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે, જે થરાદના અમનપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી હતી. તેઓ ત્રણ સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

13 hrs ago
user_Vaghela Janak
Vaghela Janak
Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
13 hrs ago
634bf290-d530-43e7-879c-e78fa306d323

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાનો કૂદકો — બે કલાકની શોધખોળ બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો થરાદ શહેર નજીક ઢીમા પુલ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ કૂદકો માર્યાની માહિતી મળતા થરાદ નગરપાલિકા

007be05e-4483-45dc-8095-639868ce47ce

ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા કેનાલમાં લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવતા ફાયર ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પરિવારજનો

469d5e49-c1fa-419d-9a56-ae5b833db593

તથા થરાદ પોલીસને સોંપ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી મુજબ મહિલા ગઇ રાત્રે આશરે સવા સાત વાગ્યાના સમયે કેનાલમાં પડ્યાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાની ઓળખ વિમળાબેન

ab25cb60-cb14-4bf7-9bf0-dcc59d80bc39

હિતેશભાઈ ઠાકોર (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે, જે થરાદના અમનપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી હતી. તેઓ ત્રણ સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More news from Banas Kantha and nearby areas
  • Post by Vaghela Janak
    3
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house Tharad, Banas Kantha•
    8 hrs ago
  • ભાભર પ્રેમ પ્રકરણ માં હત્યા ચાર આરોપી ઝડપાયા વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામે થી ગુમ યુવક ની લાશ નો ભેદ આખરે ઉકેલાયો છે જેમાં પ્રેમ પ્રકરણ માં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે પોલીસે એક સગીર સહિત કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચ ના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો જે અંગે ની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુમ યુવક અંગે ની શોધખોળ હાથ ધરતા 9 માર્ચ ના રોજ ચરાડા કેનાલ માંથી ગુમ યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તરવૈયા ની મદદ લઈ લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પી એમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછ પરછ કરતા ગુમ યુવક ની પ્રેમ પ્રકરણ માં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ભાભર પોલીસે સમગ્ર હત્યા નો ભેદ ઉકેલવા આરોપી (૧) અશોક શાંતિજી ઠાકોર તેમજ (૨) શાંતિજી ચહેરાજી ઠાકોર અને (૩) સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણે આરોપી ને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછ પરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોર ને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી નુ સ્વરૂપ ધારણ કરી છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી મૃતક ની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા બને મુખ્ય આરોપીઓ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબીભાઈ સુરેશ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને અબાસણા ગામ થી પ્રાઇવેટ ગાડી માં 25 કિમી દૂર ચરાડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશ ને કેનાલ માં ફેકી દઈ પુરાવા નો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા
    2
    ભાભર પ્રેમ પ્રકરણ માં હત્યા ચાર આરોપી ઝડપાયા 
વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામે થી ગુમ યુવક ની લાશ નો ભેદ આખરે ઉકેલાયો છે જેમાં પ્રેમ પ્રકરણ માં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે પોલીસે એક સગીર સહિત કુલ  ચાર આરોપીને ઝડપી લીધા છે 
ભાભર તાલુકાના અબાસણા ગામે 5 માર્ચ ના રોજ ગામમાં રહેતો જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો જે અંગે ની ભાભર પોલીસ મથકે ગુમ યુવકના ભાઈ  અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુમ યુવક અંગે ની શોધખોળ હાથ ધરતા 9 માર્ચ ના રોજ ચરાડા કેનાલ માંથી ગુમ યુવકની હત્યા કરેલ હાલતમાં  લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તરવૈયા ની મદદ લઈ લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પી એમ અર્થ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરિવારે યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભાભર પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ભાભર પોલીસે શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી પૂછ પરછ કરતા ગુમ યુવક ની પ્રેમ પ્રકરણ માં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી 
ભાભર પોલીસે સમગ્ર હત્યા નો ભેદ ઉકેલવા આરોપી (૧) અશોક શાંતિજી ઠાકોર તેમજ (૨) શાંતિજી ચહેરાજી ઠાકોર અને (૩) સુરેશ હરજીભાઈ ઠાકોર ત્રણે આરોપી ને ઝડપી પોલીસે યુક્તિ રીતે પૂછ પરછ કરતા ગુમ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી અશોકજી શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોર ને ગામમાં એક ખેતરમાં બોલાવી જગદીશ ઠાકોર સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી નુ સ્વરૂપ ધારણ કરી છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી મૃતક ની લાશને ત્યાં જ ખેતરમાં સંતાડી દઈ આરોપીઓ નીકળી ગયા હતા બને મુખ્ય આરોપીઓ તેના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ અન્ય કુટુંબીભાઈ સુરેશ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને અબાસણા ગામ થી પ્રાઇવેટ ગાડી માં 25 કિમી દૂર ચરાડા કેનાલ પાસે લઈ જઈ મૃતક જગદીશ ઠાકોરની લાશ ને કેનાલ માં ફેકી દઈ પુરાવા નો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    1
    શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ 
ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    user_MUKESH SHARMA
    MUKESH SHARMA
    Farmer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે 
ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા
#Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    14 min ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    1
    મહેસાણા
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ
પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી
ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ
ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ
કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    1
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી  ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Vaghela Janak
    3
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.