logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા અભિનવ હાઈસ્કૂલમાં ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમ યોજાયો સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા અભિનવ હાઈસ્કૂલમાં ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમ યોજાયો ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવાયું, વિદ્યાર્થીઓના સંસ્કાર અને શિસ્તને બિરદાવાયા સિદ્ધપુરમાં ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર શાખા દ્વારા વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત પ્રાંતના મંત્રી ઉર્વેશભાઈ પંડ્યા, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી સુનીલભાઈ પરીખ તેમજ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ્ ગાન સાથે મહેમાનોનો પરિચય કરાવી અભિનવ દર્શન અંક અને પુસ્તક અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ તમામ ગુરુજનો અને શિક્ષિકાઓનું તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય અને ગુરુ ભક્તિ દર્શાવતા ભજનો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શિક્ષિકા ચેતનાબેન અનાવાડિયાએ "પાયો જી મેંને..." ભજનની ભાવપૂર્ણ રજૂઆત કરી હતી, જ્યારે શિક્ષક કાનજીભાઈએ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજાવતો પ્રેરક પ્રસંગ રજૂ કરીને ભજન ગાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ઉર્વેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતની ગુરુ પરંપરા પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ધરોહર છે. તેમણે પ્રેરક પ્રસંગો દ્વારા ગુરુના મહિમાનું વર્ણન કરી વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર અને શિક્ષણના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે અભિનવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શિક્ષક રશ્મિનભાઈએ આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શીતલબેને કર્યું હતું. કલ્યાણ મંત્ર અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના તમામ શિક્ષકો અને ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

5 hrs ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
5 hrs ago
e890d71a-e610-4270-923f-bff72d22cfca

સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા અભિનવ હાઈસ્કૂલમાં ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમ યોજાયો સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા અભિનવ હાઈસ્કૂલમાં ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમ યોજાયો ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવાયું, વિદ્યાર્થીઓના સંસ્કાર અને શિસ્તને બિરદાવાયા સિદ્ધપુરમાં ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર શાખા દ્વારા વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુરુ-શિષ્ય પરંપરાનું

5e0b1103-01d4-4ae0-a8ec-8092b35b973f

મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત પ્રાંતના મંત્રી ઉર્વેશભાઈ પંડ્યા, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી સુનીલભાઈ પરીખ તેમજ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ્ ગાન સાથે મહેમાનોનો પરિચય કરાવી અભિનવ દર્શન અંક અને પુસ્તક અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ તમામ ગુરુજનો અને શિક્ષિકાઓનું તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

a68a782f-bae4-4fa9-a372-e14b4899d81e

હતા. સાથે જ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય અને ગુરુ ભક્તિ દર્શાવતા ભજનો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શિક્ષિકા ચેતનાબેન અનાવાડિયાએ "પાયો જી મેંને..." ભજનની ભાવપૂર્ણ રજૂઆત કરી હતી, જ્યારે શિક્ષક કાનજીભાઈએ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજાવતો પ્રેરક પ્રસંગ રજૂ કરીને ભજન ગાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ઉર્વેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતની ગુરુ પરંપરા પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ધરોહર છે. તેમણે પ્રેરક પ્રસંગો દ્વારા ગુરુના મહિમાનું

61cdec74-92f1-4085-b2d7-e100c087ea0d

વર્ણન કરી વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર અને શિક્ષણના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે અભિનવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શિક્ષક રશ્મિનભાઈએ આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શીતલબેને કર્યું હતું. કલ્યાણ મંત્ર અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના તમામ શિક્ષકો અને ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
    1
    ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું

ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું
સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    20 min ago
  • *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    1
    *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ
    1
    જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Advertising agency ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    1
    Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 📍શુભારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર સમય: સવારે 8:30 કલાકે સ્થળ: ગબ્બર ચોક, અંબાજી
    1
    સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન'
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 
📍શુભારંભ 
તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર 
સમય: સવારે 8:30 કલાકે 
સ્થળ: ગબ્બર ચોક, અંબાજી
    user_પત્રકાર ભાવનજી ઠાકોર
    પત્રકાર ભાવનજી ઠાકોર
    Kankrej, Banas Kantha•
    1 day ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    51 min ago
  • મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    1
    મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત- શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન પાટણ શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોન્સૂનનો જોરદાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. ભારે વરસાદને પગલે સિદ્ધપુર ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનું પ્રથમ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે આનંદ સરોવરમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન રેલવે ગરનાળા નજીક દિવ્યા આશિષ કોમ્પલેક્ષ પાછળ આવેલી રેલવેની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને એક બોલેરો ગાડીને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
    4
    પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત- શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન

પાટણમાં દોઢ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત
શહેર જળબંબાકાર બન્યું, રેલવે ગરનાળા બંધ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા – દીવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન
પાટણ શહેર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોન્સૂનનો જોરદાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દોઢ ઇંચ જેટલા વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું.
ભારે વરસાદને પગલે સિદ્ધપુર ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનું પ્રથમ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું.
વરસાદના કારણે આનંદ સરોવરમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ ભારે વરસાદ દરમિયાન રેલવે ગરનાળા નજીક દિવ્યા આશિષ કોમ્પલેક્ષ પાછળ આવેલી રેલવેની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને એક બોલેરો ગાડીને નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.