અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા અને સુગમ વાહનવ્યવહાર માટે લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી ટ્રાફિક નિયમન જાહેરનામું પ્રસિદ્ધ તા. ૧૫ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધીનો ડાબી તરફનો એક માર્ગ 'વન-વે' રહેશે: મહત્તમ સ્પીડ લિમિટ ૩૦ કિ.મી./કલાક નિયત ** આગામી તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં મહીસાગર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે. પદયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા, પદયાત્રાના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, કોઈ અકસ્માત ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકની સૂચના અનુસાર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી. વી. લટા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેર હિતમાં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી જવાના રસ્તાની ડાબી તરફની એક લેનને તા. ૧૫ સપ્ટેમ્બરથી તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધીના સમયગાળા માટે "વન-વે" (One Way) જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર સમયગાળા દરમિયાન લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી જવા માટેના રસ્તાની ડાબી તરફની બંને લેન પર આવશ્યક સેવાઓ સિવાયના તમામ પ્રકારના વાહનો માટે મહત્તમ ગતિમર્યાદા (સ્પીડ લિમિટ) ૩૦ કિ.મી./કલાક નિયત કરવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અને ૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરી વહીવટી તંત્રને સહયોગ આપવા જાહેર જનતા અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.

- અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત પાંચમા વર્ષે વિસામો નું આયોજન કરાયું અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. શામળાજી રોડ પર અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન ના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.4
- અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન1
- હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલ: શહેરમાં આવેલ શ્રી હિમજા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારોલા વણિક સમાજની કુળદેવી તરીકે પૂજાતા શ્રી હિમજા માતાજીના દર્શન અને પૂજન માટે સ્થાનિક ભક્તો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજાણીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન, પૂજન અને આરતીમાં જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી પ્રસંગે સમાજના લોકો એકત્રિત થયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ સ્થાનિક ભક્તો માટે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને પરસ્પર મળાપનો પણ અવસર બની રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ સવારે માતાજીનું હવન કરવામાં આવે છે અને ત્યાર બાદ સાંજ પડે શ્રીફળ હોમવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. શ્રી હિમજા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા સમાજના આગેવાનો તથા મંદિર સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ઉજાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ઉજાણીના આ ધાર્મિક પ્રસંગે **"જય શ્રી હિમજા માતાજી"**ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું1
- દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખાયા હેઠળના રામનગર ખાતે યોજાયેલા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકોને આપવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ અને રસીકરણ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત લાભાર્થીઓને મળતી આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત આરોગ્ય કર્મચારીઓ, એએનએમ અને આશા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતે શહેરી વિસ્તારના દરેક લાભાર્થી સુધી માતા અને બાળ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને કામગીરીમાં નિયમિતતા, ગુણવત્તા અને જવાબદારી જાળવી રાખવા પણ જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન સંબંધિત અર્બન મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- જાંબુઘોડામાં મોદીના જન્મદિવસે રક્તદાનનો સેવાયજ્ઞ : 100થી વધુ યુનિટ રક્ત એકત્ર . પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મ દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાંબુઘોડા ના 77 વર્ષના રમેશભાઈએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને યોજાયેલી આ શિબિરમાં જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી વડીલો, યુવાનો, કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિરમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક યુવાનો સાથે વડીલોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો, સરપંચો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ખાસ કરીને 77 વર્ષના રમેશભાઈ સોમાભાઈ રાવળે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈએ ઉંમરનો વિચાર કર્યા વિના રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં તેમની ફિટનેસ ને આધારે તેમનું બ્લડ લેવામાં આવ્યું હતૂ શિબિરમાં રક્તદાન કરનારાઓને ઈન્દુ બ્લડ બેન્ક તરફથી બેગ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તરફથી રક્તદાતાઓને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. -------------------- (બોક્સ ) જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી, ઉં.વ. 52 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને જાંબુઘોડામાં રક્તદાન શિબિરનું આયોજન થયું હોય ત્યારે જન્મદિવસની ઉજવણી માટે રક્તદાન કરવા આવવું જ પડે તેમ કહી જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી (ઉં.વ. 52) આનંદ સાથે રક્તદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બ્લડ ડોનેટ તો શું, જાન પણ હાજર છે.” તેમનો સેવાભાવ ઉપસ્થિત લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતૉ (બોક્સ ): 77 વર્ષના રમેશભાઈએ કર્યું રક્તદાન જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાવળની ઉંમર 77 વર્ષ હોવા છતાં તેઓ રક્તદાન કરવા શિબિરમાં પહોંચ્યા હતા. ઉંમરની પરવા કર્યા વિના તેમણે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ રક્તદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલ દ્વારા કરવામાં આવેલા રક્તદાનને આયોજકોએ સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું1
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ સરકારી યોજનાઓથી લઈને સામાજિક સમરસતા અને માનવસેવા સુધીનું વ્યવહારુ શિક્ષણ; બાળકોને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ1