logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે કાલોલ તાલુકાના ૧૦૫થી વધુ ખેડૂતો માટે 'પ્રાકૃતિક કૃષિ તાલીમ' યોજાઈ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત કાલોલ તાલુકાના નોન-મિશન કાતોલ ક્લસ્ટરના ખેડૂતો માટે તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વેજલપુર ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમાસના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૫થી વધુ ઉત્સાહી ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય સત્રમાં KVK વેજલપુરના વડા ડૉ. કનકલતા અને પાક સંરક્ષણ નિષ્ણાંત ડૉ. શક્તિ ખજૂરીઆ દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક ડૉ. અભિષેક, આત્મા પ્રોજેક્ટના BTM સ્નેહલ વરીઆ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર જયેશ પગી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો: જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપસા-આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા માટે વિવિધ કુદરતી અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, સપ્ત ધાન્યાકુંર અર્ક, સુઠાસ્ત્ર અને નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિઓ અને તેના ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, ફાર્મર રજિસ્ટ્રી અને પોષણક્ષમ મિલેટ (જાડા ધાન્ય) પાકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજા સત્રમાં ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત ડૉ. રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ મોડેલ નિદર્શન અને ઘરઆંગણે શુદ્ધ શાકભાજી મેળવવા માટે 'કિચન ગાર્ડન' વિષય પર સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તાલુકા ખેતી મદદનીશ શ્રી કિરીટભાઈ પરમાર અને શ્રી કિરણભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાતોલ ક્લસ્ટરના CRP અને કૃષિસખીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ "સ્વદેશી અપનાવો" અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

14 hrs ago
user_Ashish Baria
Ashish Baria
પત્રકાર ગોધરા, પંચમહાલ, ગુજરાત•
14 hrs ago
cbf4a487-b02e-48ea-9420-db40f21780d2

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે કાલોલ તાલુકાના ૧૦૫થી વધુ ખેડૂતો માટે 'પ્રાકૃતિક કૃષિ તાલીમ' યોજાઈ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત કાલોલ તાલુકાના નોન-મિશન કાતોલ ક્લસ્ટરના ખેડૂતો માટે તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વેજલપુર ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમાસના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૫થી વધુ ઉત્સાહી ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય સત્રમાં KVK

b604c336-02c1-49a8-af94-5204e144d9cc

વેજલપુરના વડા ડૉ. કનકલતા અને પાક સંરક્ષણ નિષ્ણાંત ડૉ. શક્તિ ખજૂરીઆ દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક ડૉ. અભિષેક, આત્મા પ્રોજેક્ટના BTM સ્નેહલ વરીઆ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર જયેશ પગી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો: જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપસા-આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી

f730a86e-64fd-4750-9af9-ac33d248704a

હતી. આ ઉપરાંત ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા માટે વિવિધ કુદરતી અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, સપ્ત ધાન્યાકુંર અર્ક, સુઠાસ્ત્ર અને નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિઓ અને તેના ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, ફાર્મર રજિસ્ટ્રી અને પોષણક્ષમ મિલેટ (જાડા ધાન્ય) પાકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજા સત્રમાં ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત ડૉ. રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિ

af22502c-cd1d-425b-8b74-c4303cb4b779

આધારિત વિવિધ મોડેલ નિદર્શન અને ઘરઆંગણે શુદ્ધ શાકભાજી મેળવવા માટે 'કિચન ગાર્ડન' વિષય પર સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તાલુકા ખેતી મદદનીશ શ્રી કિરીટભાઈ પરમાર અને શ્રી કિરણભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાતોલ ક્લસ્ટરના CRP અને કૃષિસખીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ "સ્વદેશી અપનાવો" અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

More news from Panch Mahals and nearby areas
  • કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    4
    કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા
ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    user_Raju Solanki
    Raju Solanki
    Local News Reporter Godhra, Panch Mahals•
    16 hrs ago
  • કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    1
    કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    7 hrs ago
  • ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    1
    ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • દાહોદ:ગુજરાતના બજેટને ભાજપના નેતાઓએ આવકાર આપ્યો
    1
    દાહોદ:ગુજરાતના બજેટને ભાજપના નેતાઓએ આવકાર આપ્યો
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    39 min ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.