logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.

on 11 March
user_Nagesh Modedara
Nagesh Modedara
Local News Reporter Porbandar, Gujarat•
on 11 March

ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    44 min ago
  • કેશોદ શહેરમાં વિકાસના નામે બેદરકારી અને વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ, આ કામ યોગ્ય આયોજન વિના અને તંત્રની બેદરકારી સાથે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવનારા ચોમાસામાં વિસ્તારના લોકો માટે ભારે સંકટ ઊભું થવાની પૂરી શક્યતા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું વરસાદી પાણી મોટી માત્રામાં આવે છે અને ચોમાસામાં આ વોકળો છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે કારણ કે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પડેલા ભારે વરસાદ દરમિયાન આ વોકળાનું પાણી ઘરોમાં ઘૂસી જતા રહિશોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું, છતાં તંત્રએ કોઈ શીખ લીધી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ કરવામાં આવતી કામગીરીમાં વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ઢગલા સ્વરૂપે ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને ન તો પહોળો બનાવાયો છે અને ન તો ઊંડો કરવામાં આવ્યો છે. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે, જે ચોમાસામાં પાણીના પ્રવાહને રોકી વિસ્તારને ડૂબાડવાની પરિસ્થિતિ સર્જી શકે છે. રહિશોનો આક્ષેપ છે કે હાલ ચાલી રહેલું કામ “લોટ, પાણી ને લાકડા” જેવી બેદરકારીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે વોર્ડ નંબર ૫ અને ૬ ના રહિશો એકજુટ થઈ તાત્કાલિક કામ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે બ્યુટીફીકેશન પછી કરી શકાય, પરંતુ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી વોકળાને પહોળો અને ઊંડો બનાવવો અત્યંત જરૂરી છે, નહીં તો આવનારા ચોમાસામાં પાણી ફરી ઘરોમાં ઘૂસી જશે. પ્રકરણને ગંભીરતા આપતા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા અને એન્જિનિયર અલ્પેશ નાઘેરા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તંત્ર દ્વારા રહીશોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કામગીરી દરમિયાન થતા અવરોધો દૂર કરવામાં આવશે અને ચોમાસામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમ છતાં રહીશોમાં તંત્ર સામે અવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે. કેશોદમાં વિકાસના નામે થઈ રહેલી આ કામગીરી હવે લોકો માટે સુવિધા કરતાં વધુ સંકટ બની રહી છે—હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગશે કે પછી ફરી એકવાર ચોમાસામાં લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનશે. અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    કેશોદ શહેરમાં વિકાસના નામે બેદરકારી અને વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ, આ કામ યોગ્ય આયોજન વિના અને તંત્રની બેદરકારી સાથે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવનારા ચોમાસામાં વિસ્તારના લોકો માટે ભારે સંકટ ઊભું થવાની પૂરી શક્યતા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું વરસાદી પાણી મોટી માત્રામાં આવે છે અને ચોમાસામાં આ વોકળો છલોછલ ભરાઈ જાય છે.
સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે કારણ કે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પડેલા ભારે વરસાદ દરમિયાન આ વોકળાનું પાણી ઘરોમાં ઘૂસી જતા રહિશોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું, છતાં તંત્રએ કોઈ શીખ લીધી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
હાલ કરવામાં આવતી કામગીરીમાં વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ઢગલા સ્વરૂપે ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને ન તો પહોળો બનાવાયો છે અને ન તો ઊંડો કરવામાં આવ્યો છે. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે, જે ચોમાસામાં પાણીના પ્રવાહને રોકી વિસ્તારને ડૂબાડવાની પરિસ્થિતિ સર્જી શકે છે. રહિશોનો આક્ષેપ છે કે હાલ ચાલી રહેલું કામ “લોટ, પાણી ને લાકડા” જેવી બેદરકારીપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે વોર્ડ નંબર ૫ અને ૬ ના રહિશો એકજુટ થઈ તાત્કાલિક કામ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે બ્યુટીફીકેશન પછી કરી શકાય, પરંતુ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી વોકળાને પહોળો અને ઊંડો બનાવવો અત્યંત જરૂરી છે, નહીં તો આવનારા ચોમાસામાં પાણી ફરી ઘરોમાં ઘૂસી જશે.
પ્રકરણને ગંભીરતા આપતા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા અને એન્જિનિયર અલ્પેશ નાઘેરા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તંત્ર દ્વારા રહીશોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કામગીરી દરમિયાન થતા અવરોધો દૂર કરવામાં આવશે અને ચોમાસામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
તેમ છતાં રહીશોમાં તંત્ર સામે અવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે.
કેશોદમાં વિકાસના નામે થઈ રહેલી આ કામગીરી હવે લોકો માટે સુવિધા કરતાં વધુ સંકટ બની રહી છે—હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગશે કે પછી ફરી એકવાર ચોમાસામાં લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનશે.
અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    8 hrs ago
  • મેંદરડા પંથકમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નગરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, સુંદરકાંડ અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખાસ કરીને હવેલી ગલીના મોટા રામજી મંદિરમાં કુબાવત પરિવાર દ્વારા 90 વર્ષની અતૂટ પરંપરા મુજબ બુઢીયા હનુમાન દાદાના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મેંદરડા પંથક આજે મારુતિ નંદનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
    1
    મેંદરડા પંથકમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નગરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, સુંદરકાંડ અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખાસ કરીને હવેલી ગલીના મોટા રામજી મંદિરમાં કુબાવત પરિવાર દ્વારા 90 વર્ષની અતૂટ પરંપરા મુજબ બુઢીયા હનુમાન દાદાના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મેંદરડા પંથક આજે મારુતિ નંદનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    1
    સુરત બ્રેકીંગ
શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો 
સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત 
ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી 
બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી 
બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ
સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી 
બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી 
હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો 
બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન
સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    21 hrs ago
  • to aaje j rk event vada anchor rk no sampark karo , book your upcoming event 9913905196
    1
    to aaje j rk event vada anchor rk no sampark karo ,
book your upcoming event 9913905196
    user_Anchor Rk
    Anchor Rk
    Artist મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ
    4
    જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો 
જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે.
રીપોર્ટ કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • bahut kharab hai
    3
    bahut kharab hai
    user_Rahul Tripura
    Rahul Tripura
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    15 hrs ago
  • જૂનાગઢ: જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે ઇવનગર ગામની મુલાકાત લઈને ગ્રામ્ય સ્તરની વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇવનગર અને સાગડીવીડી ગામના તલાટી દફ્તરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મહેસૂલી રેકોર્ડ, ગ્રામ પંચાયતના રજીસ્ટરો અને સરકારી યોજનાઓના અમલીકરણની વિગતો ચકાસીને તેમણે કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    1
    જૂનાગઢ: જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે ઇવનગર ગામની મુલાકાત લઈને ગ્રામ્ય સ્તરની વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇવનગર અને સાગડીવીડી ગામના તલાટી દફ્તરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મહેસૂલી રેકોર્ડ, ગ્રામ પંચાયતના રજીસ્ટરો અને સરકારી યોજનાઓના અમલીકરણની વિગતો ચકાસીને તેમણે કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.