સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ **સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ** આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશીના વરદ હસ્તે ખુલ્લો મુકાયો. ચામુંડા ટ્રેઈલર દ્વારા ભાદરવી પૂનમના મેળામાં જતા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને વિસામણની સુંદર વ્યવસ્થા પવિત્ર અંબાજી ધામ ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઉત્તર ગુજરાતભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. દૂરદૂરથી માતાજીના દર્શને જતાં અંબાજીના પગપાળા યાત્રીઓની સેવા અર્થે સમી તાલુકાના બાસ્પા ગામે આજે ચામુંડા ટ્રેઈલર દ્વારા એક વિશાળ સેવા કેમ્પનું ભવ્ય શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાસ્ત્રોક્ત વિધિથી રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ચાલતા થાકેલા યાત્રીઓ માટે ચા-નાસ્તો, ફરાળ, ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ મેડિકલ ફર્સ્ટ એઈડ અને પગની માલિશ જેવી આરામદાયક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચામુંડા ટ્રેઈલરના સહયોગથી શરૂ થયેલા આ કેમ્પનો હેતુ અંબાજી જતા પ્રત્યેક પદયાત્રીને સગવડ પૂરી પાડવાનો અને તેમની સફરને સરળ બનાવવાનો છે. આ પ્રસંગે ચામુંડા ટ્રેઈલરના માલિક દશરથજી ઠાકોર,સમી તાલુકા વઢીયાર ઠાકોર સમાજ પ્રમુખ મફાજી ઠાકોર, કેહાજી ભલાજી, જાનુજી ગાંડાજી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહીને યાત્રીઓની સેવામાં જોડાયા હતા. જ્યોતિબેન જોશીએ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે "માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે અને અંબાજીના પદયાત્રીઓની સેવા કરવાનો અવસર મળવો એ સૌભાગ્યની વાત છે."
સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ **સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ** આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશીના વરદ હસ્તે ખુલ્લો મુકાયો. ચામુંડા ટ્રેઈલર દ્વારા ભાદરવી પૂનમના મેળામાં જતા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને વિસામણની સુંદર વ્યવસ્થા પવિત્ર અંબાજી ધામ ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઉત્તર ગુજરાતભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. દૂરદૂરથી માતાજીના દર્શને જતાં અંબાજીના પગપાળા યાત્રીઓની સેવા અર્થે સમી તાલુકાના
બાસ્પા ગામે આજે ચામુંડા ટ્રેઈલર દ્વારા એક વિશાળ સેવા કેમ્પનું ભવ્ય શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાસ્ત્રોક્ત વિધિથી રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ચાલતા થાકેલા યાત્રીઓ માટે ચા-નાસ્તો, ફરાળ, ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ મેડિકલ ફર્સ્ટ એઈડ અને પગની માલિશ જેવી આરામદાયક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચામુંડા ટ્રેઈલરના સહયોગથી શરૂ થયેલા આ કેમ્પનો હેતુ
અંબાજી જતા પ્રત્યેક પદયાત્રીને સગવડ પૂરી પાડવાનો અને તેમની સફરને સરળ બનાવવાનો છે. આ પ્રસંગે ચામુંડા ટ્રેઈલરના માલિક દશરથજી ઠાકોર,સમી તાલુકા વઢીયાર ઠાકોર સમાજ પ્રમુખ મફાજી ઠાકોર, કેહાજી ભલાજી, જાનુજી ગાંડાજી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહીને યાત્રીઓની સેવામાં જોડાયા હતા. જ્યોતિબેન જોશીએ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે "માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે અને અંબાજીના પદયાત્રીઓની સેવા કરવાનો અવસર મળવો એ સૌભાગ્યની વાત છે."
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી4
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.4