*થરાદ પોલીસે બ્રેજા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો, ₹7.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી* થરાદ પોલીસ સ્ટેશન (જી. વાવ–થરાદ) દ્વારા દારૂબંધી ભંગ કરનારાઓ સામે મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ભાચર–મહાદેવપૂરા રોડ ઉપરથી પસાર થતી એક બ્રેજા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલા ચેકિંગ દરમિયાન બ્રેજા ગાડી રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કુલ **₹7,13,634/-**નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરવૈયા તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી એક ઈસમને પકડી પાડ્યો છે, જ્યારે દારૂ સપ્લાય સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે. થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ટી. પટેલ તથા તેમની ટીમ દ્વારા કરાયેલી આ સફળ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. થરાદ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂ, અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદો વ્યવસ્થા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે...

- બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વરસડા ગામે દારૂબંધી કરવામાં આવી છે અનેક ગામોમાં દારૂને તિલાંજલી આપવામાં આવી રહી છે જેમાં હવે વરસડા ગામે પણ દારૂ પીનાર અને દારૂ વેચનાર ને ગામ બહાર કરવાની ચીમકી આપી છે1
- વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.” વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.1
- થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ1
- 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।2
- Post by Kamalesh sih Rajput1
- મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા3
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ ની હત્યા નો મુખ્ય આરોપીને ભાભર પોલીસે દબોચયો.. ૨૫ દિવસ થી ફરાર આરોપી પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો.. ભાભર તાલુકાના બુરેઠા ગામે વૃધ્ધાની હત્યા પ્રકરણમાં તારીખ ૧૫/ ૧૨ /૨૦૨૫ ના રોજ ભાભર પોલીસ મથકે નોંધાયેલ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી ફરાર હતો ભાભર પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર તાલુકાના વડપગ ગામના અને ભાભર તાલુકાના બુરેઠા ગામે ભાગ બાંધીને રહેતા ફરિયાદી બળવંતજી ઠાકોરની દિકરી છેલ્લા ૬ મહિનાથી રિસામણે પીયર ઘરે બેઠી હતી જેને તેડવા માટે ફરીયાદીનો જમાઈ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે બુરેઠા ગામે તેડવા આવેલ હતો જે બાબતે ઝગડો થતા દાદીસાસુ જીજીબેન ઠાકોર વચ્ચે પડતા માથાના ભાગે લાગતા મોત થયું હતું હત્યા બાબતે ફરિયાદી બળવંતજી ઠાકોર દ્વારા ભાભર પોલીસ મથકે જમાઈ સહિત ચાર વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવેલ હતી. ભાભર પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો લગાવી વધુ તપાસ હાથ ધરેલ જેમાં ત્રણ અજાણ્યા આરોપીઓને તાત્કાલિક પકડી જેલ ને હવાલે કરેલ પરંતુ મુખ્ય આરોપી પોલીસની ધરપકડ થી બચવા મુકેશ ઉર્ફે અજય રામજી ઠાકોર ફરાર થઈ ગયેલ હતો. ભાભર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ આધારે મુખ્ય આરોપી ભાવનગરના પાલીતાણા સાઈડ હોવાનું જાણવા મળતા ભાભર પીઆઇ એસ. ડી ચૌધરી દ્વારા એક ટીમ બાતમી વાળી જગ્યાએ રવાના કરેલ હતી. પોલીસની ટીમ દ્વારા મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય રામાજી ઠાકોરને ઝડપી પાડી ભાભર પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ કરેલ છે.3