નવસારી અને તાપી જિલ્લામાં મિલકત સંબંધિત ગુના આચરતી ગેંગ સામે સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા નવસારી અને તાપી જિલ્લામાં મિલકત સંબંધિત ગુના આચરતી ગેંગ સામે સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. બાંધકામ સાઇટ પરથી કોંક્રિટ મિક્સર મશીન અને હાઇવે પરથી બાઇક ચોરી કરનાર બે રીઢા તસ્કરોને સુરત ગ્રામ્ય LCB પોલીસે મિયાપુર ચાર રસ્તા નજીકથી દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું મિક્સર મશીન, બાઇક, બોલેરો પીકઅપ અને મોબાઇલ મળી કુલ રૂ. 2,65,000/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીર સિંહ અને જિલ્લા એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી એલસીબી પી.આઈ એન.જી. પાંચાણી તથા ઈ. પી.આઈ એલ.ડી. ઓડેદરાની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ રોહિતભાઈ, અ.હે.કો. ભરતસિંહ અને નિલેશ જીતુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મહુવાના દેદવાસણ ગામનો જનક પટેલ અને તેનો સાથીદારો ચોરી કરેલું કોંક્રિટ મિક્સર મશીન બોલેરો પીકઅપ (GJ-19-X-1398) ની પાછળ બાંધી ધોળીકુઈથી મહુવા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે મહુવા-મિયાપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે બોલેરોને આંતરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસ હાથે પકડાયેલ નિરલભાઈ જગુભાઈ પટેલ (ઉં.વ. 41) (રહે. ગોપળા,ગામતળ ફળિયું, તા. મહુવા) અને જનકભાઈ સુરેશભાઈ પટેલે (ઉં.વ. 35) (રહે. દેદવાસણ,પટેલ ફળિયું તા. મહુવા) નવસારી જિલ્લાના દંડેશ્વર ગામ ખાતે ચાલી રહેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રાત્રિના સમયે કોંક્રિટ મિક્સર મશીનની ચોરી કરી હતી.અને તાપી જિલ્લાના આમીયાણા ગામ નજીકથી સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.પોલીસે ચોરી કરેલ કોંક્રિટ મિક્સર મશીન કિંમત રૂ.40,000,ચોરી કરેલ હીરો સ્પ્લેન્ડર પ્રો બાઇક કિંમત રૂ.15,000, ચોરીમાં વપરાયેલ બોલેરો પીક-અપ (GJ-19-X-1398) કિંમત રૂ.2,000,00 અને મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 મળી કુલ 2,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારી અને તાપી જિલ્લામાં મિલકત સંબંધિત ગુના આચરતી ગેંગ સામે સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા નવસારી અને તાપી જિલ્લામાં મિલકત સંબંધિત ગુના આચરતી ગેંગ સામે સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. બાંધકામ સાઇટ પરથી કોંક્રિટ મિક્સર મશીન અને હાઇવે પરથી બાઇક ચોરી કરનાર બે રીઢા તસ્કરોને સુરત ગ્રામ્ય LCB પોલીસે મિયાપુર ચાર રસ્તા નજીકથી દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું મિક્સર મશીન, બાઇક, બોલેરો પીકઅપ અને મોબાઇલ મળી કુલ રૂ. 2,65,000/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીર સિંહ અને જિલ્લા એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી એલસીબી પી.આઈ એન.જી. પાંચાણી તથા ઈ. પી.આઈ એલ.ડી. ઓડેદરાની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ રોહિતભાઈ, અ.હે.કો. ભરતસિંહ અને નિલેશ જીતુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મહુવાના દેદવાસણ ગામનો જનક
પટેલ અને તેનો સાથીદારો ચોરી કરેલું કોંક્રિટ મિક્સર મશીન બોલેરો પીકઅપ (GJ-19-X-1398) ની પાછળ બાંધી ધોળીકુઈથી મહુવા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે મહુવા-મિયાપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે બોલેરોને આંતરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસ હાથે પકડાયેલ નિરલભાઈ જગુભાઈ પટેલ (ઉં.વ. 41) (રહે. ગોપળા,ગામતળ ફળિયું, તા. મહુવા) અને જનકભાઈ સુરેશભાઈ પટેલે (ઉં.વ. 35) (રહે. દેદવાસણ,પટેલ ફળિયું તા. મહુવા) નવસારી જિલ્લાના દંડેશ્વર ગામ ખાતે ચાલી રહેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રાત્રિના સમયે કોંક્રિટ મિક્સર મશીનની ચોરી કરી હતી.અને તાપી જિલ્લાના આમીયાણા ગામ નજીકથી સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.પોલીસે ચોરી કરેલ કોંક્રિટ મિક્સર મશીન કિંમત રૂ.40,000,ચોરી કરેલ હીરો સ્પ્લેન્ડર પ્રો બાઇક કિંમત રૂ.15,000, ચોરીમાં વપરાયેલ બોલેરો પીક-અપ (GJ-19-X-1398) કિંમત રૂ.2,000,00 અને મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 મળી કુલ 2,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી નવસારી-તાપીમાં ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા 2. સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે મહુવા તાલુકામાં કાર્યવાહી કરી1
- પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ વોન્ટેડ આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે. રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1
- kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩1
- મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.” મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”1
- नकली पनीर और मसालों के बाद अब 'केमिकल वाला तेल'! आखिर किस ब्रांड पर भरोसा करे आम जनता? #viralrbharatexpressnews #suratgujarat1
- जनता ने टैक्स के पैसों से ये गाड़ियां सुरक्षा के लिए दी हैं, रीलबाजी के लिए नहीं। अगर सुरक्षा का काम नहीं करना है, तो गाड़ियां वापस कर दो… आखिर इनका करना क्या है? जनता ने टैक्स के पैसों से ये गाड़ियां सुरक्षा के लिए दी हैं, रीलबाजी के लिए नहीं। अगर सुरक्षा का काम नहीं करना है, तो गाड़ियां वापस कर दो… आखिर इनका करना क्या है?1
- પલસાણા તાલુકામાં ચાર સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે 54થી વધુ સરકારી સેવાઓ નાગરિકોના ઘરઆંગણે પહોંચાડવાનો પ્રયાસ પલસાણા તાલુકાના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે હેતુથી આગામી દિવસોમાં ચાર અલગ-અલગ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારની 54થી વધુ સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપશે. તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી અરજીઓ, પ્રમાણપત્રો અને અન્ય સેવાઓ સંબંધિત કામગીરી સ્થળ પર જ કરવામાં આવશે. પલસાણા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે: - તા. 23 સપ્ટેમ્બર: મલેકપોર ગામ, રાધાકૃષ્ણ મંદિર ખાતે - તા. 30 સપ્ટેમ્બર: જોળવા ગામ પંચાયત ખાતે - તા. 3 ઓક્ટોબર: વરેલી ગામ, પ્રાથમિક શાળા ખાતે - તા. 6 ઓક્ટોબર: બલેશ્વર ગામ, જજ બંગલા સામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તાલુકાના લોકોને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા માટે મામલતદાર પલસાણા, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સરકારી તંત્ર તથા પ્રજાની વચ્ચે સેવાઓની સરળ પહોંચ સુનિશ્ચિત થાય તે છે.1
- 🔴 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना 1️⃣ पूजा मिल में जिगर मशीन की चपेट में आने से मजदूर की आखिरी उंगली कटने की सूचना। 2️⃣ घटना 9 सितंबर की बताई जा रही है, घायल मजदूर का संजीवनी अस्पताल में इलाज चलने की जानकारी। 3️⃣ सवाल—क्या इस गंभीर औद्योगिक हादसे की जानकारी संबंधित पुलिस थाने को दी गई है? 4️⃣ क्या मिल प्रबंधन ने पुलिस और श्रम विभाग को घटना की सूचना दी? जानकारी अभी स्पष्ट नहीं। 5️⃣ घटना को दबाने के आरोपों पर भी सवाल, पूरे मामले की निष्पक्ष जांच का विषय। #liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo1